શોધખોળ કરો

Surat: સુરતના રાંદેરમાં મારામારીમાં હત્યા, યુવકને માથામાં લાકડાના ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ 

સુરતના રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી.

સુરત: સુરતના રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી.  જેમાં ભુરિયા માલાભાઈ નટ નામના વ્યક્તિને લાકડાના ફટકા વડે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.  ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભુરિયાભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનામં  પોલીસે ત્રણ આરોપીની ધરપકડ  કરી છે. 

સુરત શહેરના રાંદેરના તાડવાડી વિસ્તારમાં ભુરિયા માલાભાઈ નામના  યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંદરોઅંદરની  મારામારીમાં આ હત્યાની ઘટના બની હોવાની સામે આવ્યુ છે. આ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો  હતો. સમગ્ર હત્યાને લઈને રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.  

સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટનાથી ખળભળાટ

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથડી રહી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.  સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાસે સરા જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકી  મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં બસ સ્ટેશન નજીક સરાજાહેર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે.  જૂની અદાવતમાં 4 શખ્શોએ 2 યુવકોને છરીના ઘા માર્યા હતા. સાથે  પાઈપ અને લાકડીથી હુમલો કર્યો હતો.  આ હુમલામાં સાહિર શેખ નામના યુવકનું મોત થયું છે. જૂની અદાવતમાં થયેલી મારામારીની આ ઘટનામાં  બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં  અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે.  ઘટનાની જાણ થતાં જ DySP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  હત્યા કર્યા બાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ નજીક 4 શખ્સોએ યુવકની જાહેરમાં હત્યા કરી નાખી છે.ત્યારે આ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરી છે.

વિગતો અનુસાર,  સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક આવેલ જાહેર રોડ રસ્તા ઉપર બોલાચાલી બાદ ચાર જેટલા યુવકો દ્વારા  હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  26 વર્ષના યુવક શાહિદ શેખનું ઘટના સ્થળે મોત થયું હોવાનું ગાંધી હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર  શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ ઘટનાને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.  સ્થાનિક પોલીસે  આ મુદ્દે તપાસની કામગીરી હાથ ધરી છે. હત્યા કરનાર સોયબ ખાડકી રાજા નામનો અજાણ્યા બે ઈસમો દ્વારા આ હત્યા કરવામાં આવી  હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget