Accident: મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત
Accident: મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે.
Accident: મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે.
પાલઘર પોલીસે શું કહ્યું
પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે અથડાઈ હતી.
પોલીસે મૃતકોના પરિવારજનોને કરી જાણ
કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કારે કાબુ ગુમાવ્યો અને બસ સાથે અથડાઈ. જેના કારણે કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પાલઘર પોલીસે અકસ્માતની જાણકારી આપી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારને બસની નીચેથી બહાર કાઢી હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. માર્ગ અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ ઘટના સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે બની હોવાની આશંકા છે.
મૃતકોના નામ
ઈસ્માઈલ દેસાઈ
ઈબ્રાહીમ દાઉદ
એશિયા કલેક્ટર
મોહમ્મદ હાફેસજી (ડ્રાઈવર)
Maharashtra | Four people died on spot in a collision between a car and a bus on Mumbai-Ahmedabad highway in Dahanu area of Palghar district. The car was enroute Mumbai from Gujarat and rammed into the bus after the car driver lost control of the vehicle: Palghar Police pic.twitter.com/PMa8bXfrAa
— ANI (@ANI) January 31, 2023
સુરતમાં પુત્રએ કરી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરોલીમાં પુત્રના હાથે પિતાની હત્યા થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મકબુધીર પુત્ર ઘરમાં વારંવાર લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો. તે વાતનો પિતાએ ઠપકો આપી રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ મારી દીધું હતું. તો બીજી તરફ રોષે ભરાયેલા પુત્રએ મસાલા પીસવાનો પત્થર માથામાં મારી દેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ અમરોલી પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને વાપીની કોર્ટે ફટકારી ફાંસીની સજા
વાપીની કોર્ટે આજરોજ ઐતિહાસિક ચુકાદો આપતા પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ફેબ્રુઆરી 2020મા ચકચારી 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવાના કેસમાં પોકસો એક્ટ હેઠળનાં સ્પેશ્યલ જજ કે જે મોદીએ ૯ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને વાપીની સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા આપી હતી.
ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of Rareની કેટેગરીમાં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇ.પી.સીની કલમ.૩૦૨ નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ ૬ માં દેહાંત દંડ તથા આઇ પી સી ની કલમ-૨૦૧ નાં ગુના માં સાત વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડનાં ભરે તો વધુ બે વર્ષની સજાનો વાપીની સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે.