Accident: સુરતમાં GSRTC બસે વધુ એકનો ભોગ લીધો, પાછળનું ટાયર ફરી વળતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત
Accident: એસટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
![Accident: સુરતમાં GSRTC બસે વધુ એકનો ભોગ લીધો, પાછળનું ટાયર ફરી વળતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત Accident: The ST bus hit the moped driver and he died on the spot in surat Accident: સુરતમાં GSRTC બસે વધુ એકનો ભોગ લીધો, પાછળનું ટાયર ફરી વળતા 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/11/39d5d7e3e48d93dcdeeb538bc53aed5f170227255460174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Accident: સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં એસટી બસ ચાલકે મોપેડ ચાલકને કચડ્યો હતો. એસટી બસ સાપુતારા-બાલાસિનોર રૂટની હતી. અકસ્માત સર્જી એસટી બસનો ચાલક ફરાર થયો હતો. મૃતકના ખિસ્સામાંથી ચિરાગ જૈન નામનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું. બસનું પાછળનું ટાયર મોપેડ ચાલક પર ફરી વળ્યું હતું.
સુરતમાં અન્ય એક ઘટનામાં પોલીસની PCR વાનના ડ્રાઈવરે ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ સાથે ધમાલ મચાવી હતી. ખટોદરા PCR વાનનો ડ્રાઈવર દારૂના નશામાં ઝડપાયો હતો. ઉધના-સચિન રોડ પર આ શખ્સે ધમાલ કરી હતી. BRTS-ખાનગી વાહન વચ્ચે ટક્કર બાદ ધમાલ મચાવી હતી. પોલીસ વડાના પરિપત્રનો ભંગ જોવા મળ્યો હતો. અનેક લોકો પોલીસ લખેલી પ્લેટ સાથે ગાડીઓ ફેરવે છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)