શોધખોળ કરો
Advertisement
અનલોક-1 બાદ સુરતમાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, એક જ મહિનામાં 3116 કેસ આવ્યા
સુરતમાં કોરોનાનો પહેલો કેસ ૧૬ માર્ચે આવ્યો હતો. માર્ચ માસમાં જ ૮ કેસ નોંધાયા હતા.
સુરતઃ લોકડાઉનના ચાર તબક્કા બાદ અનલોક-૧ શરૂ થયા બાદ સુરતમાં ધંધા રોજગાર બરાબર ચાલી રહયા નથી પણ અનેક જગ્યાએ ભીડ થતી હોવાને લીધે કોરોનાનો રાફડો ફાટ્યો છે. એક જ મહિનામાં સુરતમાં ૩૧૧૬ કેસ નોંધાઇ ગયા છે. માર્ચ મહિનામાં સિટીમાં ૮ કેસ બાદ ત્રણ મહિનામાં કેસોની સંખ્યા વધીને ૪૭૦૫ થઇ ગઇ છે.
કોરોનાથી બચવુ હોય તો માસ્ક પહેરવુ ફરજિયાત અને સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ જરૂરી છે. આ વાત સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શહેરીજનોને રોજ કહી રહ્યા છે. પણ શહેરીજનો તેનો અમલ કરતા નથી.
અનલોક 1ની શરૂઆત થતા જ સુરતવાસીઓ શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા, ચાની કીટલી, પાણીપુરીની લારીથી સ્ટ્રીટ ફુડ અને રેસ્ટોરામાં ભીડ કરતા થઇ ગયા હતા.
સુરતમાં કોરોનાનો પહેલો કેસ ૧૬ માર્ચે આવ્યો હતો. માર્ચ માસમાં જ ૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ એપ્રિલ-મેમાં લોકડાઉન કરાયું તે દરમિયાન સુરત સિટીમાં કુલ ૧૫૯૭ કેસ આવ્યા હતા. પણ અનલોક-૧ શરૂ થયા બાદ જૂન મહિનામાં જ કુલ ૩૧૧૬ નવા કેસ નોંધાઇ ગયા છે. એપ્રિલમાં ૫૯૪, મેમાં ૧૫૯૭ કેસ નોંધાયા હતા. આજે સિટીમાં કોરોનાનો કુલ આંકડો ૪૭૧૩ પર પહોંચી ગયો છે. અને ૧૭૮ લોકોના મોત પણ થઇ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion