શોધખોળ કરો
Advertisement
સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે એઇમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરીયાએ શું કર્યો મોટો દાવો? જાણો વિગત
ડૉ.ગુલેરીયાએ દાવો કર્યો કે અમદાવાદની જેમ સુરત અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટશે. કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમે સુરત સિવિલ મુખ્ય ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સુરતઃ સુરતમાં કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપ વચ્ચે એઈમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરીયાએ મોટો દાવો કર્યો છે. ડૉ.ગુલેરીયાએ દાવો કર્યો કે અમદાવાદની જેમ સુરત અને ગુજરાતમાં કોરોનાના કેસ ઘટશે. કેંદ્રીય આરોગ્ય વિભાગની ટીમે સુરત સિવિલ મુખ્ય ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તબીબોને પૂરતો આરામ ન મળતો હોવાની પણ રજૂઆત કરાઈ છે.
અનેક ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સંક્રમિત થયા હોવાની પણ રજૂઆત કરાઈ છે. ડો.ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે, ટોસિલિઝુમેબ ઈંજેક્શનના વપરાશને લઈને અલગ માર્ગદર્શિકા જાહેર થશે. ઈંજેક્શનનો દુરૂપયોગ ન થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. શહેરમાં કોરોના સંક્રમણને પગલે કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.
સમીક્ષા બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. મહત્વના ત્રણ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી, જેમાં પ્રથમ ઇન્જેક્શન ની ઉપલબ્ધતા, ટેસ્ટિંગ વધારવા અંગે ચર્ચા અને ટ્રીટમેન્ટ ઉપર જોર આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. દિલ્હીમાં જે પ્રકારે ટ્રીટમેન્ટ કરાય છે તે અંગેની સમજણ આપવામાં આવી હતી.
કેન્દ્રીય ટીમના સદસ્યો ત્રણ ટીમમાં વહેંચાયા હતા. એક ટિમ લીંબાયત ઝોનમાં પહોંચી હતી. ધનવંતરી રથ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. બીજી ટીમે વરાછા ઝોનની મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી. જ્યારે મુખ્ય ટીમે સુરત સિવિલમાં બેઠક કરી હતી. સુરતમાં પણ અમદાવાદની જેમ સંક્રમણ ઓછું કરવા પ્રક્રિયા કરવા આદેશ અપાયા છે. સમીક્ષા બાદ ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement