શોધખોળ કરો

Amarnath Yatra: અમરનાથ યાત્રામાં અમેરિકાથી આવેલી સુરતની મહિલાનું કેવી રીતે થયું મોત ? જાણો

Surat News: મૃતક ઉર્મિલા મોદી છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં પુત્ર સાથે રહેતા હતા. તેઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે. થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા.

Amarnath Yatra: અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે. અમરનાથમાં ભુસ્ખલનનાકારણે 55 વર્ષીય ઉર્મિલા ગિરીશ મોદીનું મોત થયું છે. ભુસ્ખલન દરમિયાન માથામાં પથ્થર વાગતાં તેમનું મોત થયું હતું.  તેના સંબંધી પ્રશાંત મોદીએ મંત્રી કુંવરજી હળપતિને જાણ કરી હતી. જે બાદ તેમણે સીએમઓમાં જાણ કરી હતી અને આજે તેમનો મૃતદેહ કામરેજ લાવવામાં આવશે.

મૃતક પાસે હતું અમેરિકાનું ગ્રીન કાર્ડ

મૃતક ઉર્મિલા મોદી છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં પુત્ર સાથે રહેતા હતા. તેઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે. થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા અને સુરતના કામરેજથી ટુર ટ્રાવેલ્સ દ્વારા અમરનાથ યાત્રાએ ગયા હતા. શનિવારે મોડી સાંજે હોટલ પરત ફરી રહ્યા હતા ત્યારે પગમાં દુખાવો થતાં ઘોડા પર બેસી આગળ વધી રહ્યા હતા. જ્યારે તેમના પતિ પગપાળા ચાલી રહ્યા હતા. દર્શન કરી પરત ફતી વેળા બાલાતાલ નજીકના વિસ્તારમાં અચાનક પહાડ પરથી પથ્થરો પડવાનું શરૂ થતાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં ઘોડા પર સવાર ઉર્મિલા મોદીના માથા પર પથ્થર વાગતા ગંભીર ઈજા થઈ હતી અને ઘોડા પર નીચે ફસડાઈ પડ્યો હતો. ગંભીર ઈજાના કારણે સ્થળ જ પર તેમનું મોત થયું હતું.જ્યારે તેમના પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના અંગે ટૂર ટ્રાવેલ્સમાં સાથે ગયેલા લોકોએ કામરેજ જાણ કરતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ અગાઉ પણ અમરનાથ યાત્રા દરમિયાન સુરતની મહિલાનું મોત નીપજ્યું હતું.

Amarnath Yatra: અમરનાથ યાત્રામાં અમેરિકાથી આવેલી સુરતની મહિલાનું કેવી રીતે થયું મોત ?  જાણો

અમરનાથ યાત્રાનો ટોલ ફ્રી નંબર

જો તમને આ પ્રવાસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય, તો તમે ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકો છો.

બે રૂટથી થઈ શકે છે યાત્રા

બાબા અમરનાથની યાત્રા બે રૂટથી થઈ શકે છે. પહેલો પરંપરાગત રૂટ છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને 48 કિમીનો અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમીનો ટૂંકો પણ ઊંચો બાલટાલ માર્ગ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે. ગયા વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાને બદલે આ વખતે મુસાફરો માટે આધાર ઓથેન્ટિકેશન આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. ગયા વર્ષ સુધી મુસાફરોને જાતે જ ફોર્મ આપવામાં આવતા હતા. હવે ફોર્મ સિસ્ટમ જનરેટ આપવામાં આવે છે. તમામ ઇચ્છુક પ્રવાસીઓએ સમગ્ર ભારતમાં નિયુક્ત ડોકટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્રો મેળવવા જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
Embed widget