શોધખોળ કરો

સુરતમાં માતાપિતાની સેવા માટે લગ્ન ન કરનાર યુવતી બની માતા, IVFની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો

સુરતની અપરણિત યુવતીએ આઈવીએફની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો

સુરતઃ સુરતની અપરણિત યુવતીએ આઈવીએફની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેણે સિંગલ માતા બની સમાજ માટે એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. યોગ્ય મુરતીયો પસંદ ન આવતા લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ યુવતીને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે આઈવીએફની સારવાર બાદ બુધવારે જોડિયા બાળક-બાળકીને જન્મ આપ્યો હતો. નાનપુરાના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અનેક માટે પ્રેરણારૂપ બની છે.

સુરતની એક યુવતીએ IVFની મદદથી જોડિયા બાળકોને જન્મ આપી માતા બની છે. કોઈ પણ મુરતિયો પસંદ ન આવતાં લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ તેને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે IVFની સારવાર બાદ બુધવારે જોડિયા બાળક-બાળકીને સિઝર દ્વારા જન્મ આપ્યો છે. નાનપુરા રહેતા પ્રતિષ્ઠીત દેસાઈ પરિવારના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટા બહેન માટે માતા-પિતા યોગ્ય પાત્ર શોધતા હતા. જે ન મળતા તેમજ માતા-પિતાની પણ સારસંભાળ લઈ શકે અને દીકરીઓ દીકરા સમાન બની સેવા કરી શકે તે માટે બંને બહેનોએ આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોટી બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાયી થઈ અને ડિમ્પલ એન્જિનિયર બની માતા-પિતા સાથે રહે છે. પણ સ્ત્રી હોય એટલે માતૃત્વની ઝંખના હૃદયમાં જીવંત હોય જ. આખરે ડિમ્પલે મહત્વનો નિર્ણય કર્યો અને IVFની મદદથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું.

સામાજિક રીતે આ નિર્ણય ખૂબ જ પડકારજનક હતો છતાં મક્કમ મને નાણાવટની સાંઈ-પુજા હોસ્પિટલનો સંપર્ક કરી ડો. રાજીવ પ્રધાન અને ડો. રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરાવી. બે સાયકલના પ્રયાસ બાદ ડિમ્પલ ગર્ભવતી થઈ અને બુધવારે પ્રસુતી થઈ હતી. જેમાં એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો છે. ડિમ્પલના આ નિર્ણય વિધવા, ત્યકતા તેમજ અપરણીત મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે. બીમારી સામે લડવા બાળકોના સ્ટેમસેલ સ્ટોર કરાયા હતા.બંને બાળકોને ભવિષ્યમાં શારીરીક તકલીફ ન પડે તે માટે સ્ટેમસેલ સ્ટોર કર્યા છે. ડો. પ્રધાને જણાવ્યું કે લીમ્ફોમા કે કેન્સર જેવી જીનેટીક બીમારી થાય તો સ્ટેમસેલની મદદથી સારવાર આપી શકાય છે. સ્ટેમસેલ ગંભીર બીમારીમાં ખૂબ ઉપયોગી છે.

મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget