શોધખોળ કરો

સુરતમાં BRTS બસ દ્વારા વધુ એક અકસ્માત, યુવતીને લીધી અડફેટે, હાલત ગંભીર

અકસ્માત બાદ યુવતીને તેની મિત્રએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઈજાગ્રસ્ત યુવતીની હાલત હાલ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

Surat BRTS Accident: કતારગામ BRTS બસ અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાર ફરી એકવાર સુરતમાં BRTS બસનો આતંક સામે આવ્યો છે. ડુમસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે બીઆરટીએસ ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી હતી. એટલુ જ નહીં યુવતીને અડફેટે લઈને બીઆરટીએસ બસનો ડ્રાઈવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ યુવતીને તેની મિત્રએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ઈજાગ્રસ્ત યુવતીની હાલત હાલ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે. છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા છે, જેમાં 18 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

હાલમાં મળતી માહિતી પ્રમાણે, સુરત મનપા સંચાલિત બસોએ શહેરના રસ્તાઓ પર કાળો કેર વર્તાવ્યો છે. એક પછી એક અકસ્માતોની લાઇન કરી દીધી છે, તાજા આંકડા પ્રમાણે, મનપા સંચાલિત બસોએ સુરતમાં છેલ્લા ચાર વર્ષમાં 54 અકસ્માતો સર્જ્યા છે. આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે.

હાલમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને જરૂરી સૂચનાઓ આપી હતી, તેમને બસ ડેપોની મુલાકાત લઈને એજન્સી સંચાલકોને સૂચના આપી હતી. વર્ષ 2020માં 2 અકસ્માત થયા જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. વર્ષ 2021માં 7 અકસ્માત થયાં જેમાં 5 લોકોના મૃત્યુ અને 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. વર્ષ 2022માં 21 અકસ્માત થયા જેમાં 8 વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે 13 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. વર્ષ 2023માં 24 અકસ્માત નોંધાયા જેમાં 3 વ્યક્તિના મૃત્યુ અને 21 વ્યક્તિ ઘાયલ થયાં હતા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020 કરતાં 2023માં અકસ્માતોની સંખ્યામાં 1200 ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. અકસ્માત સર્જતી બસ એજન્સી સામે કડક પગલાં ના લેવાતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચોઃ

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ, જાણીતી ડાયમંડ કંપનીએ 70 રત્નકલાકારોને છૂટા કર્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget