શોધખોળ કરો

SURAT: બુટલેગરોએ દારુની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, HP ગેસનું ટેન્કર તપાસતા પોલીસ ચોંકી ગઈ

સુરત:  ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુની હેરાફેરી થતી રહે છે. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવતા રહે છે. હવે સુરતમાં આવો જ નવો કિમિયો સામે આવ્યો છે.

સુરત:  ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુની હેરાફેરી થતી રહે છે. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવતા રહે છે. હવે સુરતમાં આવો જ નવો કિમિયો સામે આવ્યો છે. HP ગેસના ટેન્કરમાં દારૂની હેરાફેરીનો નવો કિસ્સો સામે આવ્યો છે.  મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગેસના ટેન્કરમાં ગોવાથી વડોદરા લઈ જવાય રહ્યો હતો. પલસાણાના માંખીંગા ગામ પાસે નેશનલ હાઇવે 48 પરથી દારૂ ભરેલું ગેસ ટેન્કર ઝડપાયું છે. ટેન્કરમાંથી 40 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. ટેન્કર અને દારૂ મળી 47 લાખથી વધોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ડ્રાયવર તેમજ ક્લીનરની અટકાયત કરી છે જ્યારે પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ન્યુઝીલેન્ડના દરિયામાં ન્હાવા પડેલા અમદાવાદના બે યુવકોના મોત

New Zealand: શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં બે લોકોનાં મોત થયાં છે. આ બંને યુવક અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં માતા-પિતાને જાણ કરવામાં આવી છે.

28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત 

ઘટનામાં 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા.  બન્ને યુવકોને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતાં. તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો. નોંધનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ છે.

પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદ્યો

સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતાં. એક સ્થાનિકે મીડિયા રિપોર્ટમાં કહ્યું કે, હેલિકોપ્ટર આવ્યું અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદે છે. તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી. સર્ફ લાઇફ સેવર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બે લોકો એકસાથે પાણીમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે અને લાયન રોકની ઉત્તરે મળી આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે, અમે લોકોને નક્કી કરેલી સીમા વચ્ચે લોકોને સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને.

સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ

ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યુ કર્યું અને તરત જ બીજા વ્યક્તિને જોયો. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા. સપ્તાહના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોનાં મોત થયાં છે. સમગ્ર ન્યુઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 10 પર પહોંચી છે. શનિવારે સવારે 11.30 આસપાસ તાકાપુનામાં પાણી દુર્ઘટનામાં એકનું મોત થયું હતું, જ્યારે શુક્રવારે રાત્રે ઉત્તરના અલગ-અલગ દરિયા કિનારામાં બે લોકોનાં મોત થયાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget