શોધખોળ કરો
Advertisement
સુરતમાં આમ આદમીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલે લીધો આ મોટો નિર્ણય, આવતીકાલે સુરતમાં....
સુરત મહાપાલિકામાં ભાજપ તો જીતી ગયું છે પરંતું અહીં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ફરી વળતા કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતમાં રોડ શો કરશે. સુરતમાં સી.આર પાટીલના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં શાનદાર એંટ્રી કરી છે.ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે.
સુરત મહાપાલિકામાં ભાજપ તો જીતી ગયું છે પરંતું અહીં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ફરી વળતા કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના વાવાઝોડામાં કૉંગ્રેસ ખાતુ પણ ખોલાવી ન શકી. આમ આદમીએ 27 સીટ મેળવતા હવે વિપક્ષમાં બેસશે. જ્યારે કૉંગ્રેસે વિપક્ષમાં બેસવાની જગ્યા ગુમાવી દીધી છે.
સુરતમાં આપના શાનદાર દેખાવથી પાર્ટીએ જાહેરાત કરી કે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. તો કેજરીવાલે ટ્વીટ પાર્ટીને અભિનંદન આપતા કહ્યુ કે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની શિક્ષણ અને આરોગ્યવાળી રાજનીતિ પર મહોર લગાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement