શોધખોળ કરો

સુરતના કતારગામમાં એક જ પરિવારના 3 સભ્યોનો આત્મહત્યાનો પ્રયાસ, માતા-પુત્રીના મોત 

સુરત શહેરમાં  હચમચાવી દેનારી ઘટના બની છે.  સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો છે. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે.

સુરત:  સુરત શહેરમાં  હચમચાવી દેનારી ઘટના બની છે.  સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો છે. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, હાલ સામૂહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ એકદમ ખરાબ, કાબુલ એરપોર્ટ મચેલી ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત- બ્રિટન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફડાતફડીની વચ્ચે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક એકઠા થયેલા લોકોના ટોળામાં સામેલ સાત અફઘાન નાગરિકોના મોત થઇ ગયા છે. આ વાતની જાણકારી બ્રિટેનની સેનાએ આપી છે. બ્રિતાની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- જમીની સ્થિતિ અત્યંત પડકારરૂપ છે, પરંતુ અમે વધુમાં વધુ સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની દરેક કોશિશ કરી રહ્યાં છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના શાસનથી બચીને ભાગવાની કોશિશમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થઇ ગયા છે.  

બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા છીએ. અફડાતફડી તે સમયે મચી જ્યારે તાલિબાન લડાકુઓથી ભરેલા એરપોર્ટ પરથી લોકો ઝડપથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા. 

ઘટના તે સમયે ઘટી જ્યારે તાલિબાની આતંકી ભીડને વેરવિખેર કરવા માટે ફાયરિંગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલ સહિત કેટલાય શહેરોમાં અફડાતફડીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget