Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy Match Schedule: રણજી ટ્રોફીના આગામી રાઉન્ડની મેચો 23 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે.
Ranji Trophy Match Schedule: રણજી ટ્રોફીના આગામી રાઉન્ડની મેચો 23 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જો સૂત્રોનું માનીએ તો ભારતના ઘણા ટોચના ક્રિકેટરો ઘરેલુ ક્રિકેટમાં પાછા ફરવા જઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, જેના માટે ટીમની જાહેરાત 18 કે 19 જાન્યુઆરીએ થવાની છે. આ ટીમની જાહેરાત પછી રણજી ટ્રોફી મેચો રમવાની છે અને જો તેને ઇંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવે તો પણ તેમની પાસે એક રણજી મેચ રમવાનો સમય રહેશે કારણ કે ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સીરિઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ઋષભ પંત
ઋષભ પંત ભારતીય ટીમ માટે ટ્રમ્પ કાર્ડ રહ્યો છે, પરંતુ વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેના આંકડા ખૂબ જ ખરાબ છે. 33 વનડે મેચ રમ્યા પછી પણ તે એક હજાર રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ડીડીસીએના સેક્રેટરી અશોક શર્માએ પુષ્ટી આપી છે કે પંત 23 જાન્યુઆરીથી શરૂ થનારી સૌરાષ્ટ્ર સામેની મેચમાં દિલ્હી ટીમ તરફથી રમશે. પંત રણજી મેચમાં સારું પ્રદર્શન કરીને તેના ટીકાકારોના મોં બંધ કરી શકે છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ પોતાની છેલ્લી ડોમેસ્ટિક મેચ 2012માં રમી હતી. એક તરફ DDCA સેક્રેટરી અશોક શર્માએ પુષ્ટી કરી છે કે ઋષભ પંત આગામી મેચમાં રમશે, પરંતુ વિરાટ કોહલી વિશે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. પરંતુ નિવૃત્તિના વધતા દબાણ વચ્ચે અને પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવા માટે વિરાટ ઘરેલુ ક્રિકેટ રમી શકે છે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેમને ટીમમાંથી બહાર કરી શકાય છે.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ ટીમ તરફથી રમે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રએ જણાવ્યું હતું કે જયસ્વાલ પ્રેક્ટિસ સત્રોમાં ખેલાડીઓ સાથે રહેશે અને 23 જાન્યુઆરીથી જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં રમતો જોવા મળશે. ભારત માટે ટી-20 અને ટેસ્ટ ટીમમાં જયસ્વાલનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે, પરંતુ આ દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમને વન-ડે ટીમમાં સામેલ કરવાની માંગ વધી રહી છે.
શુભમન ગિલ
શુભમન ગિલના તાજેતરના ટેસ્ટ પ્રદર્શનને જોતા તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાની માંગ થઈ રહી છે. આવી સ્થિતિમાં તે 23 જાન્યુઆરીથી શરૂ થનારી કર્ણાટક સામેની મેચમાં પંજાબ ટીમ તરફથી રમતા જોઈ શકાય છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે તેની પસંદગી ન થઈ હોવાથી તેની પાસે ઓછામાં ઓછી એક રણજી ટ્રોફી મેચ રમવાનો સમય છે.
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો