ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, જાણો રાજ્યના ક્યા શહેરમાં બનશે કોરોનાની રસી ? ગુજરાતને શું થશે ફાયદો ?
ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કોવેક્સિનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. ગુજરાતમાં કોવેક્સિનના ઉત્પાદનથી રાજ્યને ફાયદો થશે. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં વેક્સિનનું ઉત્પાદન થશે.

સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. બીજી તરફ રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને અત્યારે કોવીશિલ્ડ અને કોવેક્સિન આપવામાં આપવી રહી છે. હવે ભારત બાયોટેકે કોવેક્સિનનું ગુજરાતમાં પણ ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. કોવેક્સિનનું અંકલેશ્વરમાં ઉત્પાદન થશે.
ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કોવેક્સિનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. ગુજરાતમાં કોવેક્સિનના ઉત્પાદનથી રાજ્યને ફાયદો થશે. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં વેક્સિનનું ઉત્પાદન થશે.
આ અંગે બાયોટકેના કો-ફાઉન્ડર અને જેએમડી સુચિત્રા એલ્લાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, જૂન મહિના પહેલા વીકથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તેમજ ટૂંક સમયમાં કંપનીની બે લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા શરૂ થશે.
નોંધનીય છે કે, અત્યારે હૈદરાબાદ અને બેંગાલુરમાં મોટાપાયે કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગને પગલે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે. અંકલેશ્વર ખાતે આવેલી સબ્સિડરીની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. આ યુનિટ રેબિસની રસીનું ઉત્પાદન અટકાવી કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે, તેમ પણ જાણવા મળ્યું છે.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,773 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209, રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117, સાબરકાંઠા 105, જૂનાગઢ કોર્પોરેશન 101, મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72, દેવભૂમિ દ્વારકા 69, બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63, ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58, નવસારી 54, વલસાડ 52, ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28, છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3, આણંદ 1, ભરૂચ 1, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2, સાબરકાંઠા 1, જૂનાગઢ કોર્પોરેશન 2, મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3, દેવભૂમિ દ્વારકા 1, બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1, નવસારી 0, વલસાડ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0, છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં 0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.





















