Surat News: સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ,4.55 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા
સુરત એરપોર્ટ પરથી સાડા ચાર કરોડનું સોના સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનું દુબઇથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
![Surat News: સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ,4.55 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા Big bust of gold smuggling, 4 persons arrested with gold worth 4.55 crores Surat News: સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ,4.55 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/30/2cc79bb6bf47a8062fb7a175cf99151a168284482474781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: સુરત એરપોર્ટ પરથી સાડા ચાર કરોડનું સોના સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનું દુબઇથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
સુરત એરપોર્ટ પરથી સોનાનો મોટો ઝડપાતા. સોનાના સ્મગલિંગનો મોટો પર્દાફાશ થયો છે. સુરતના એરપોર્ટ પર. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ચાર શખ્સ સાથે 4.55 કરોડનો સોનુ ઝડપી પાડ્યું છે. ચારેયની ધરપકડ કરીને પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. એસઓજીને બાતમી મળતાં 15 દિવસથી વોચ ગોઠવીને મોટા સોનાના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સોનું ક્યાંથી આવ્યું, કોના ઇશારે લાવવામા આવ્યુ અને કયાં પહોંચાડવાનુ હતું આ તમામ દિશામા એસઓજી તપાસ કરી રહી છે.
હાલ એસઓજીએ 4 લોકોની ધરપકડ કરી છે. દુબઇથી લાવેલ સોના પર કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે આ 4 લોકોએ ચાલાકી કરી હતી આ ચારેય લોકો અન્ડરગારમેન્ટસમાં અને શુઝમાં 4,55 કરોડનું સોનું છુપાવીને દુબઇથી સુરત એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા. તેઓ ચારેય સુરત ઇમ્રિગ્રેશન સિક્યોરિટીમાંથી પણ પસાર થઇ ગયા હતા. ફેનિલ માવાણી, નિરવ ડાવરિયા, ઉમેશ ભીખરિયા અને સાવન રાખોલિયાની એસઓજીએ ધરપકડ કરી છે. આ ચારેય શખ્સ સુરત એરપોર્ટથી વરાછા જવાની ફિરાકમાં હતા આ દરમિયાન એસઓજીએ ચારેયને સાડા ચાર કરોડના સોના સાથે ઝડપી પાડ્યો હતા.
Surat: સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યામાં નવો ખુલાસો, માતાએ જ કરી હતી ક્રૂર હત્યા
સુરતઃ સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યામાં નવો વળાંક આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં વેડ રોડ સ્થિત ફટાકડાવાડી વિસ્તારમાં માસુમ દીકરીની હત્યા મામલે નવો ખુલાસો થયો હતો. બાળકીની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ તેની માતાએ જ કરી હતી. હત્યારી માતાએ તેની જ દીકરીને પટકીને હત્યા કરવામાં આવી હતી. માસુમ બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બાળકીની છાતીની પાંસળીઓ તૂટી ગઇ હતી. ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીને આંતરડામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું. ભોગ બનનારી માસુમ પાંચ વર્ષની દીકરી દિવ્યાંગ હતી.
Surat: સુરતમાં વેપારીની હત્યાના દોષિતને આજીવન કેદની સજા, પાર્કિગ જેવી નજીવી બાબતે કરાઇ હતી હત્યા
સુરતઃ સુરતમાં વેપારીની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2016માં જનતા માર્કેટમાં આરોપી ફૈયુ સૂકરીએ યુવકની જાહેરમાં હત્યા કરી હતી. પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપી ફૈયુ સુકરીએ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પણ એક હત્યા કરી છે. જેથી સુરત સેશન કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)