Surat: જાહેર રસ્તાને બ્લોક કરી કારના બોનેટ પર 12થી વધુ કેક કાપી, જાણો પોલીસે શું પગલા લીધા ?
સુરત શહેરમાં રસ્તા પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
સુરત: સુરત શહેરમાં રસ્તા પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. સુરતના કામરેજમાં રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગઈકાલથી એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો જાહેર રસ્તાને બ્લોક કરી કારના બોનેટ પર 12થી વધુ કેક કાપી હતી. યુવકો રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. એટલુ જ નહીં આ યુવકો દ્વારા રસ્તા પર જ આતશબાજી કરવામાં આવી હતી. આ યુવકોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો.
આઠ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી
પોલીસ તપાસમાં ખુલ્યું કે, વાયરલ વીડિયો કામરેજના ખડસદ ગામ પાસેના રિંગ રોડ પરનો છે. આ વીડિયોના આધારે પોલીસે બર્થ ડે બોય ચિરાગ મંડાણી સહિત આઠ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવી આ યુવકને ભારે પડી છે.
ખડસદ ગામે જાહેરમાં જન્મદિવસ ઉજવણી
સુરતના કામરેજના ખડસદ ગામે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી. કામરેજ પોલીસે બર્થડે બોય સહિત તમામ 8 આરોપીઓને ઉઠક બેઠક કરાવી હતી. 29 તારીખના જાહેર રસ્તા પર રસ્તો બ્લોક કરી કારના બોનેટ પર કેક કાપી ઉજવણી કરી હતી. લોકોના જીવ જોખમમાં મુકાઈ એ રીતે આતશબાજી કરી હતી.
Surat: સુરતના રાંદેરમાં મારામારીમાં હત્યા, યુવકને માથામાં લાકડાના ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ
સુરતના રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં ભુરિયા માલાભાઈ નટ નામના વ્યક્તિને લાકડાના ફટકા વડે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભુરિયાભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનામં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરના રાંદેરના તાડવાડી વિસ્તારમાં ભુરિયા માલાભાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંદરોઅંદરની મારામારીમાં આ હત્યાની ઘટના બની હોવાની સામે આવ્યુ છે. આ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર હત્યાને લઈને રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
https://t.me/abpasmitaofficial