શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના વધુ એક સાંસદ આવ્યા કોરોનાની ઝપેટમાં, ઘરે જ હોમ આઈસોલેશન થયા
ગુરુવારે સુરત શહેરમાં 141 તો જિલ્લામાં42 કેસ સાથે કુલ 183 નવા કેસ નોંધાયા હતા.
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. દર્શનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ પોતાના ઘરે જ હોમ આઈસોલેશનમાં છે. પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી દર્શનાબેને ટ્વીટ કરીને લોકોને આપી છે.
હાલમાં જ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવાઈ માર્ગે સુરત આવ્યા હતા ત્યારે સાંસદ દર્શના જરદોશ પણ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે સ્વાગતમાં એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓ શહેર ભાજપ પ્રમુખના પદગ્રહણમાં પણ હાજર હતા.
નોંધનીય છે કે, ગુરુવારે સુરત શહેરમાં 141 તો જિલ્લામાં42 કેસ સાથે કુલ 183 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 39826 થઈ ગઈ છે. ગુરુવારે શહેર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
આ સાથે સુરત જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1024 થઈ ગયો છે. ગુરુવારે શહેરમાંથી 159 અને જિલ્લામાંથી 59 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી રીકવર થઈને ઘરે ગયા હતા. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 36882 કોરોના પોઝિટિવ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ગુરુવારે ઘટીને 1400 થી નીચે પહોચીં 1380 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement