શોધખોળ કરો

સુરતમાં લાંચિયો રાજ્યવેરા અધિકારી ACBના હાથે ઝડપાયો, રિફંડ માટે માંગ્યા હતા ₹15,000

નિલેશ પટેલ નામના અધિકારીની ₹15,000ની લાંચ લેતા ACB દ્વારા ધરપકડ, વધુ તપાસ શરૂ.

Surat ACB raid: સુરતમાં રાજ્ય વેરા વિભાગનો એક અધિકારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે ઝડપાઈ ગયો છે. નિલેશભાઈ બચુભાઈ પટેલ નામના આ અધિકારીને ACBએ ₹15,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા છે. આ ઘટનાથી સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ મજબૂત બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસના ફરિયાદી એક દુકાન ધરાવીને વેપાર કરે છે અને તેઓ નિયમિત રીતે વેપાર વેરો ભરતા આવ્યા છે. ફરિયાદીને કાયદેસર રીતે વેપાર વેરાનું રિફંડ મળવાનું નીકળતું હતું. આ રિફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં આરોપી નિલેશભાઈ પટેલે ફરિયાદી પાસેથી ₹15,000ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ACBએ ફરિયાદીની ફરિયાદને ગંભીરતાથી લઈને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ ACBની ટીમે રાજ્યકર ભવન ખાતે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી નિલેશભાઈ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ ₹15,000 સ્વીકારી લીધી હતી, અને તરત જ ACBની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.

આરોપી નિલેશભાઈ પટેલ રાજ્યવેરા વિભાગમાં વર્ગ-૨ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને તેમનો માસિક પગાર ₹86,000 જેટલો છે. તેમ છતાં તેઓ ₹15,000ની લાંચ લેતા ઝડપાતા સરકારી કર્મચારીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ સફળ ટ્રેપિંગની કાર્યવાહી શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

બહુચરાજી મામલતદાર કચેરીનો કર્મચારી ₹10,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

મહેસાણા જિલ્લાના બહુચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ભૂપેન્દ્ર ભાઈ પી પરમાર નામના આ કર્મચારીને અરજદાર પાસેથી ₹10,000ની લાંચ લેતા ACBએ તેમની જ ચેમ્બરમાંથી રંગેહાથ પકડી પાડ્યા છે. આ ઘટનાથી મહેસાણાના રેવન્યુ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અરજદાર પોતાની જમીનમાં પોતાના ભાઈનું નામ દાખલ કરાવવા માટે મામલતદાર કચેરીમાં ગયા હતા. આ કામ માટે સર્કલ અધિકારીએ અરજદાર પાસેથી ₹50,000ની લાંચની માંગણી કરી હતી. અરજદારે લાંચની રકમ વધારે લાગતા રકઝક કરી હતી, જેના અંતે અધિકારી ₹10,000માં કામ કરી આપવા માટે રાજી થયા હતા.

લાંચની રકમ નક્કી થયા બાદ અરજદાર લાંચ આપવા માંગતા ન હતા, તેથી તેમણે મહેસાણા ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મામલતદાર કચેરીમાં છટકું ગોઠવ્યું. આજે જ્યારે અરજદાર નક્કી કરેલી રકમમાંથી ₹7,500 આપવા માટે ગયા ત્યારે જ મહેસાણા ACBની ટીમે ભૂપેન્દ્ર ભાઈ પી પરમારને રંગેહાથ ઝડપી લીધા.

આ ઘટનાને પગલે બહુચરાજી મામલતદાર કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો. સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા આવા કર્મચારીઓ સામે ACBની કાર્યવાહીથી અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલમાં ACB દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવાની ACBની સતત પ્રયાસોનું પરિણામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી
ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
બુલેટ સ્પીડમાં શરીરમાં વધશે Vitamin B12, ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ
બુલેટ સ્પીડમાં શરીરમાં વધશે Vitamin B12, ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ
Gold Rules: બિલ વગર ઘરમાં 1 કરોડનું સોનું રાખી શકાય ? જાણો Income Tax ના નિયમો
Gold Rules: બિલ વગર ઘરમાં 1 કરોડનું સોનું રાખી શકાય ? જાણો Income Tax ના નિયમો
Embed widget