શોધખોળ કરો

તમારા વિસ્તારમાં લુખ્ખા તત્વો હોય તો આ નંબર પર કરો ફરિયાદ, ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

જાગૃત નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર, ફોટો-વીડિયો સાથે કરી શકાશે ફરિયાદ.

Crime Branch special campaign: સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ જુબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત નાગરિકોને પણ સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કમર કસવામાં આવી છે. આ જુબેશને વધુ અસરકારક બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 6359625365.

કોઈ પણ જાગૃત નાગરિક આ હેલ્પલાઇન નંબર પર લુખ્ખા તત્વોના ફોટા અને વીડિયો સાથે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ ફરિયાદોની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવનારા તત્વોને નાથવાનો અને સામાન્ય નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ પૂરો પાડવાનો છે. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે નાગરિકોના સહકારથી આવા અસામાજિક તત્વોને જડમૂળથી ઉખેડી શકાય છે.

જો તમે પણ તમારા આસપાસના વિસ્તારમાં કોઈ લુખ્ખા તત્વોને જોતા હોવ અથવા તેમના દ્વારા કોઈ હેરાનગતિનો અનુભવ કરતા હોવ, તો નિઃસંકોચ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ જુબેશ સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ કરવામાં મદદરૂપ સાબિત થશે. જાગૃત નાગરિકોના સહયોગથી ભયમુક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે.

નોંધનીય છે કે, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બક્ષશે નહીં અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા તત્વો સાથે બેસતો-ઊઠતો જણાશે અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખતો હશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget