શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકથી સિટી સ્કેન મશીન બંધ, મોત સામે ઝઝુમી રહેલા અઢી વર્ષના બાળકનો ન થયો રિપોર્ટ, તંત્ર ઘોર નિંદ્રામાં

સુરત: સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે દર્દીઓ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે. 70 લાખ કરતાં વધુ સુરતની જનસંખ્યામાં મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે.

સુરત: સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે દર્દીઓ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે. 70 લાખ કરતાં વધુ સુરતની જનસંખ્યામાં મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે પરંતુ અહીં જાણે તેમની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. ઈમરજન્સી સારવાર લેવા આવતા દર્દીઓ માટે સીટી સ્કેનની વ્યવસ્થા યોગ્ય ન હોય તો એના માટે શું કહેવું તે સમજાતું નથી.

પુણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલી રાધા શ્યામ સોસાયટીમાં ચોથા માળેથી નીચે બાળક પટકાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકને ગંભીર ઈજા હોવાને કારણે ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા બાદ તેનો સીટી સ્કેન કરાવવું જરૂરી બન્યું હતું. પરંતુ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સીટી સ્કેન મશીન જ બંધ છે. આ બાબતે ડોક્ટરોને પૂછતા તેમને કહ્યું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે પરંતુ મોડી રાત સુધી પણ સિટી સ્કેન મશીન શરૂ થયું ન હતું.

Surat: સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકથી સિટી સ્કેન મશીન બંધ, મોત સામે ઝઝુમી રહેલા અઢી વર્ષના બાળકનો ન થયો રિપોર્ટ, તંત્ર ઘોર નિંદ્રામાં

રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ મંગળ કવાડે જણાવ્યું કે, અઢી વર્ષનો બાળક અને તેના માતા-પિતા અમારા ત્યાં ભાડેથી રહે છે. ચોથા માળે રહેતા પરિવારનું બાળક અચાનક જ નીચે પડી ગયું હતું જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. પહેલા અમે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે કીધું કે એને આઈસીયુમાં રાખવો પડશે માટે તમે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારબાદ અમે  આ હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી આવીને જોયું તો વેલટીનેટર પર રાખવો પડે તેમ હોવાને કારણે વોલટીનેટરની પણ ઝડપથી સુવિધા કરી આપવામાં આવી ન હતી એટલું જ નહીં પરંતુ તેને કેટલી ગંભીર ઇજા થઈ છે તેના માટે સીટી સ્કેન કરાવો ફરજિયાત હતું પરંતુ ડોક્ટરો તે કરાવી શક્યા ન હતા. કારણ કે તે બંધ સ્થિતિમાં જોવા મળ્યું હતું.

વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું કે, જ્યારે અમને ઘટનાની જાણ થઈ ત્યારે અમે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં આવીને બાળકને યોગ્ય સારવાર મળે છે કે કેમ તે તપાસવાનો પ્રયાસ કર્યો હતો. અમે રાતે 9:30 10:00 વાગે અહીં આવ્યા હતા અને 12:30 વાગ્યા સુધી રોકાયા હતા. તે દરમિયાન પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું. ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે સવારે 10:00 વાગ્યા સુધી આ મશીન શરૂ થયું ન હતું. લાખોની સંખ્યામાં રહેતા લોકો વચ્ચે સતત ઓપીડી ધમધમતી રહે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ત્રણથી ચાર સીટી સ્કેન મશીન હોય તો પણ પૂરતા નથી એને બદલે અહીં તો એક મશીન છે અને તે પણ યોગ્ય રીતે ચાલતું નથી. માત્ર ફોટા પડાવવાના હોય અને જાહેરાત કરવાની હોય ત્યારે ભાજપના નેતાઓ અને શાસકો આગળ પડતા ઉભા રહી જાય છે પરંતુ આવી સ્થિતિમાં મોઢું સંતાડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget