શોધખોળ કરો

Surat: સુરતમાં પાલિકાની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ, ઢોર પકડ્યા વિના વિલા મોઢે પરત ફરી ટીમ

સુરત: રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. સુરતના સચિન કનસાડ રોડ પર આ બનાવ બન્યો છે. પશુપાલકોએ વિરોધ નોંધાવતા પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી.

સુરત: રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. સુરતના સચિન કનસાડ રોડ પર આ બનાવ બન્યો છે. પશુપાલકોએ વિરોધ નોંધાવતા પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી. ચુસ્ત સિક્યોરિટી અને પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી.  ઢોર પકડતી વખતે પશુપાલકો અને પાલિકાની ટીમ સામસામે આવી ગયા હતા. તો બીજી તરફ ઘર આંગણેથી પશુઓને લઈ જતા હોવાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો છે. ભારે હોબાળો અને પશુપાલકોનો રોષ પારખી ગયેલ પાલિકાની ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

 નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.

નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.

ગુજરાત ચૂંટણીમાં ભાજપના કયા મહિલા સાંસદે પક્ષ વિરુદ્ધ કર્યુ કામ ?

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારાઓની હવે ભાજપે શોધખોળ શરૂ કરી છે. ભાજપની શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં ભાજપ નેતા અશ્વિન કોટવાલે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિરૂદ્ધ ફરિયાદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતાં. ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલની માત્ર 1 હજાર 464 મતે જ હાર થઈ હતી. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે દિગ્ગજ નેતા અશ્વિન કૉટવાલ ભાજપમાં જોડાયા ત્યારથી જ હેરાનગતિ શરૂ કરવામાં આવી છે.

ભાજપના કાર્યકર સામે નોંધાયો વ્યાજખોરીનો ગુનો

ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના કાર્યકર પિન્ટુ રાઠોડ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પિન્ટુ રાઠોડ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડનો ભાઈ છે. થોરાળા પોલીસે આકરી કલમ લગાડી દાખલ ગુનો કર્યો છે. પિન્ટુ રાઠોડ એક પરિવારે લીધેલી વ્યાજની રકમ ન આપતાં ધમકી આપતો હતો.  

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget