શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, જાણો વિગત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક પછી એક ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પછી હવે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે.
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતના બારડોલી કૉંગ્રેસમાં ભંગાણ થયું છે. બારડોલીમાં કૉંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. બારડોલી નગર પાલિકાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસના કોર્પોરેટર, વિપક્ષ નેતા કલ્પના પટેલ ભાજપમાં જોડાયા છે.
મંત્રી ઈશ્વર પરમારએ કલ્પનાબેન પટેલને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા કૉગ્રેસમાં મોટો ફટકો પડી શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક પછી એક ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પછી હવે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે ડાંગ જિલ્લા કોંગ્રેસના 25થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં સામેલ થયા છે. જિલ્લા પંચાયત માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત મંત્રી ગણપત વસાવાના હસ્તે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા.
આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો સહિત સરપંચ અને ઉપસરપંચ મળી કુલ 25થી વધુ આગેવાનોએ કૉંગ્રેસનો હાથ છોડ્યો હતો. ડાંગ કોંગ્રેસના ચાણક્ય ગણાતા ચંદર ગાવીત ભાજપમાં જવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન પહોંચ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement