શોધખોળ કરો

સુરતઃ આગની ઘટનાના વિરોધમાં ઉતર્યા લોકો, હાર્દિકે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી

કોગ્રેસ નેતા હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને જીઇબી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.

સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાને પગલે સમગ્ર રાજ્યના લોકો ગુસ્સામાં છે. આગની આ ઘટનામાં તંત્રની બેદરકારીને કારણે 22 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા જેને કારણે લોકોએ તક્ષશિલા આર્કેટ સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કોગ્રેસ નેતા હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને જીઇબી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. એટલું જ નહી હાર્દિકે ચીમકી ઉચ્ચારી હતી કે  જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તે ઉપવાસ આંદોલન કરશે. નોંધનીય છે કે તક્ષશિલા આર્કેડમાં એક ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં 22 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મળતી જાણકારી અનુસાર, આજે કેટલાક લોકોએ તક્ષશિલા આર્કેડની સામે બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઘટના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. જેને લઈને લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. આ અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને સુરત મેયરના રાજીનામાની માંગણી કરી હતી. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગીય બાળકોનાં પરિવારને ન્યાય આપી નહીં શકે તો આજે સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનસન પર બેસીશ. સુરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ સુવિધા અપાતી નથી.'હાર્દિકના નિવેદન પર સુરતના મેયર જગદીશ પટેલે કહ્યુ કે, આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. હું ઘટનામાં ભોગ બનનારના પરિવાર અને શહેરની જનતા સાથે છું. આવી ઘટનાઓ હવે ન બને તે પગલાં લેવાની અમારી જવાબદારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget