શોધખોળ કરો

Congress protest : સુરતમાં કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ શરૂ થાય તે પહેલા 20થી વધુ કાર્યકરોની અટકાયત

સુરત કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ મામલે  20થી વધુ નેતા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પરમિશન વગર કાર્યક્રમ કરતા અટકાયત કરવામાં આવી છે.  

Congress protest : સુરત કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ મામલે  20થી વધુ નેતા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પરમિશન વગર કાર્યક્રમ કરતા અટકાયત કરવામાં આવી છે.  કોંગ્રેસના કાર્યકરો પર પાસા જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. 36 કલાકનો ઉપવાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે ભાજપના સીધા આશીર્વાદથી કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  સવારે ૯- કલાકથી (૩૬-કલાક સુધી) ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા.   સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, કાર્યકારી પ્રમુખો દ્વારા  ગાંધી પ્રતિમા,ચોક બજાર ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. 

નવસારી: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના કારણે રાજકારણ ગરમાયું છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર પાર્ટીના જ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારે ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોસીયલ મીડિયા મંત્રી દેવાંગ પટેલે શૈલેષ પટેલ ઉપર પાર્ટી વિરોધી કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી આરોપ લગાવ્યો હતો. પાર્ટી વિરોધી કામ કરે એવા પ્રમુખ નીચે કામ નથી કરવું તેવો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતા રાજકારણ ગરમાયું છે.  નવસારી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે. વલ્લભીપુર કોંગ્રેસના શહેર પ્રમુખનું રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભાવિક ધનાણીએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની અવગણના થતા રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખના રાજીનામાથી વલ્લભીપુર કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસ પક્ષમાં 106 વિધાનસભા બેઠકની ઉમેદવારની ટિકિટને લઇ ખેંચતાણ થઈ રહી છે.

મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી. 

સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget