શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં બે દિવસ બાદ ફરી આવ્યો કોરોનાનો કેસ, કુલ કેસ 35
જિલ્લામાં હાલમાં એક દર્દીના મોત સાથે કુલ 11 કેસ એક્ટિવ છે.
નવસારીઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો ત્યારે નવસારીમાં પણ બે દિવસ બાદ આજે ફરીથી કોરોનાનો નવો કેસ નોંધાય છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 35એ પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં બે દિવસ બાદ નવો કેસ સામે આવ્યો છે. જેમાં વિજલપોર શહેરના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા 51 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ દર્દીને કોવિડ19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે તેની તપાસ તંત્ર કરી રહ્યું છે. આ સાથે જ નવસારીમાં નવા એક કેસ સાથે કુલ કેસની સંખ્યા 35એ પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
જિલ્લામાં હાલમાં એક દર્દીના મોત સાથે કુલ 11 કેસ એક્ટિવ છે. જેમાંથી એક દર્દીને વાપી ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
ગુરુવારના રાજ્ય સરકારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 38 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 25, સુરત 4, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા,ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1385 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement