શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ચાની લારીવાળા અને કરિયાણાના વેપારી સુપર સ્પ્રેડર સાબિત થયા, જાણો કેટલાક કેસ આવ્યા

સંક્રમણ વધારે ન ફેલાય એ માટે ચાની લારીવાળા અને કરિયાણાના વેપારીઓને SOPનું પાલન કરવાના આદેશ કરાયા છે.

સુરત શહેરમાં ફરી એક વખત ચાની લારીવાળા અને કરીયાણાના વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે. રવિવારે શહેરનાં 8 ઝોનમાં કરાયેલા 898  ટેસ્ટમાંથી 22 ફેરિયાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં અઠવા ઝોનમાં 8, ઉધના ઝોનમાં 8, લિંબાયત ઝોનમાં 4 અને સેંટ્રલ ઝોનમાં 2 વેપારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમણ વધારે ન ફેલાય એ માટે ચાની લારીવાળા અને કરિયાણાના વેપારીઓને SOPનું પાલન કરવાના આદેશ કરાયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત  કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?

અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 293, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 86, સુરતમાં 18, ખેડા 18, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 3, સાબરકાંઠા 10, મહેસાણા 11, રાજકોટ 20,વડોદરા 20, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 9 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડીAhmedabad Suicide Case : ફિઝિયોથેરિપિસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Embed widget