શોધખોળ કરો

Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 

સુરતના માંગરોળના સૌથી ચર્ચિત ગેંગરેપ કેસમાં સૌથી મોટો ચૂકાદો સામે આવ્યો છે.  કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

સુરત: સુરતના માંગરોળના સૌથી ચર્ચિત ગેંગરેપ કેસમાં સૌથી મોટો ચૂકાદો સામે આવ્યો છે.  કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.  આરોપી મુન્ના કરબલી પાસવાનને આજીવન કેદ ફટકારવામાં આવી છે. આરોપી સજીવન ઉર્ફે રાજુ સાબત વિશ્વકર્માને પણ આજીવન કેદની સજા આપવામાં આવી છે.  સુરત નામદાર કોર્ટે સજા સંભળાવી હતી.  

આ કેસનો એક આરોપી શિવ શંકર ચોરસિયાનું મોત થયું છે. માત્ર 72 કલાકમાં 3 આરોપીઓ ધરપકડ થઈ હતી. 18 પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ 17 કલમો લગાવાઈ હતી. 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. 130 દિવસમાં આરોપી કસૂરવાર ઠેરવાયો હતો. સમગ્ર  કેસ માત્ર એક મોટર સાયકલ પરથી ઉકેલાયો હતો.  

નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે સજા સંભળાવી હતી. બંને આરોપીઓને સોમવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.  

માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.  નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓને આજીવન કેદ ફટકારી છે.  

નરાધમોએ સગીરાને પીંખી હતી

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

આજીવન કેદની સજા થાય તેવી કલમ લગાવાઈ હતી

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી.  પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ  સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી. અંતે આ નરાધમોને સુરત કોર્ટે  આજીવન કેદની સજા ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget