SURAT : સી આર પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે કોને કોને મળશે વિધાનસભા ચૂંટણીની ટિકિટ
Gujarat BJP executive meeting : પોતાના સંબોધનમાં સી આર પાટીલે કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપના દરેક કાર્યકરને નખશીખ ઓળખે છે.
![SURAT : સી આર પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે કોને કોને મળશે વિધાનસભા ચૂંટણીની ટિકિટ CR Patil says PM Modi and Home Minister Amit Shah will decide who gets tickets in Gujarat Assembly elections 2022 SURAT : સી આર પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે કોને કોને મળશે વિધાનસભા ચૂંટણીની ટિકિટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/c10e9bbbdbbeedcfcc4a6fd4a018d5511657372773_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SURAT : રાજ્યમાં આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજવા જય રહી છે. આ ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી ખુબ સક્રિય બની છે. સુરતમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
સી આર પાટીલે કહ્યું, કોને મળશે વિધાનસભાની ટિકિટ ?
આ બેઠકમાં સી આર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીને લઈને ટિકિટની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પ્રદેશ કારોબારીની બેઠકમાં સી આર પાટીલે ટકોર કરતા કહ્યું જે મેરિટના આધારે જ કેંદ્રીય નેતૃત્વ ઉમેદવારોને ટિકિટ આપશે. પોતાના સંબોધનમાં સી આર પાટીલે કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપના દરેક કાર્યકરને નખશીખ ઓળખે છે. હું કોઈના નામની ભલામણ કરવાનો નથી, પીએમ મોદી અને અમિત શાહ જ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી. આ સાથે જ એમણે કહ્યું કે કોઈની ટિકિટ કપાય તો પોતાના સમર્થક કાર્યકર્તાઓને આગળ ન કરવા પણ પક્ષમાં જ જે રજૂઆત કરવી હોય એ પોતે કરવી.
ટીવી ડિબેટમાં ન જવું અને નિવેદનબાજી ન કરવી : સી આર પાટીલ
આ સાથે સી આર પાટીલે કહ્યું કે ચૂંટણીના સમયમાં પક્ષના જવાબદાર લોકો સિવાય અન્ય કોઈએ નિવેદનબાજી કરવી અને ભાજપના કાર્યકર્તાઓને ટીવી ડિબેટમાં ન જવા માટે સૂચના આપી છે.
કાર્યકર્તાઓની તાકાતથી જ ચૂંટણીમાં ભાજપ જીતી રહ્યું છે
સી આર પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ ભાજપની તાકાત છે. જે કાર્યકર્તાઓ કામ ન કરતા હોય તેમને કામે લગાડવાની પણ સી આર પાટીલે ટકોર કરી. ચૂંટણીની તૈયારીઓ માટે વધુ સમય ન હોવાની પણ વાત કરી. કાર્યકર્તાઓની તાકાતથી જ ચૂંટણીમાં ભાજપ જીતી રહ્યું છે અને ભવિષ્યમાં પણ જીતશે તેવો પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)