શોધખોળ કરો
Advertisement
વ્યારામાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતાં વૃદ્ધાનું મોત, જાણો વિગત
વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતાં વૃદ્ધનું મોત થયું હતું. મૃતકનું નામ નુરીબેન વેચયાભાઈ ગામીત હોવાનું જાણવા મળ્યું છે
સુરતઃ વાયુ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતાન સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડેડિયાવાડા, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે વ્યારામાં વીજળી પડતાં એક વૃદ્ધાનું મોત થયું હોવાના અહેવાલ છે.
વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતાં વૃદ્ધનું મોત થયું હતું. મૃતકનું નામ નુરીબેન વેચયાભાઈ ગામીત હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કેન્દ્રિય ગૃહ મંત્રીએ ચક્રવાત ‘વાયુ’ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કર્યા પછી ગૃહ મંત્રાલયે ગુજરાત રાજ્ય અને દીવનાં કેન્દ્રશાસિત પ્રદેશને વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે. જેમાં સાવચેતીનાં ભાગરૂપે તમામ પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને દરિયાકિનારાનાં નીચાણવાળા વિસ્તારો અને જોખમકારક વિસ્તારોમાંથી લોકોને સમયસર સલામત જગ્યાએ ખસેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાત અને દીવનાં વહીવટીતંત્રએ 12મી જૂન, 2019ની વહેલી સવારથી જોખમકારક વિસ્તારોમાંથી આશરે 3 લાખ લોકોને સ્થળાંતર કરવાની યોજના બનાવી છે. આ લોકોને આશરે 700 સાયકલોન/રાહત છાવણીઓમાં ખસેડવામાં આવશે. રાજ્ય સરકારનાં અને દીવ વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને જોખમકારક વિસ્તારો ખાલી કરાવવા, શોધકામ માટે, બચાવ કામગીરી માટે અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે એનડીઆરએફની 39 ટીમોને અગાઉથી તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સેનાની 34 ટીમોને સ્ટેન્ડ-બાય પણ રાખવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી સ્થિતિની નિયમિતપણે સમીક્ષા કરી રહ્યાં છે અને કેન્દ્રિય ગૃહ સચિવ 12મી જૂનનાં રોજ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/સંસ્થાઓ તથા ગુજરાત અને દીવનાં મુખ્ય સચિવ/સલાહકાર સાથે સમીક્ષા બેઠક યોજશે.
‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા રાજ્યમાં કેવી છે તૈયારી, કેટલા ફૂડ પેકેટ્સ બનાવાયા, એક ક્લિકમાં જાણો સમગ્ર વિગત
ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડાના સંકટને લઈને નિતિન પટેલે શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement