Surat: સુરતમાં રત્ન કલાકારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપનાર ઉદ્યોગપતિનું ભાજપમાં સ્વાગત
સુરત: થોડા દિવસ પહેલા સુરતના એક હિરાના કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો. હવે આ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપ ઢાપાનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપામાં દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરત: થોડા દિવસ પહેલા સુરતના એક હિરાના કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કારખાનાના માલિક કહી રહ્યા હતા કે, પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવશે. હવે આ સુરતના હીરા ઉદ્યોગપતિ દિલીપ ઢાપાનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપામાં દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે સી આર પાટીલ દ્વારા પોસ્ટ મૂકી માહિતી આપી હતી.
પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટીનો પ્રચાર નહીં કરવાનો તેમજ જો કોઈ કરશે તો તેમને નોકરી માંથી છુટા કરવામાં આવશે તેવી જાહેરાત જેમણે સ્વયંભૂ કરી હતી એ સુરતના હીરા ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઈ ઢાપાનું પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપામાં સ્વાગત કર્યું. pic.twitter.com/FqJAbRWaZU
— C R Paatil (@CRPaatil) September 27, 2022
આપ નેતા ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
નોકરી આપી નથી શકતા અને લોકશાહીમાં પોતાની મરજી મુજબ ક્યાં મત આપવો એનો કોઈ અધિકાર છીનવે અને નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપે એનું સન્માન કરીને શું ગુજરાતને ગુંડા રાજમાં ફેરવવા માંગો છો ?આવી હલકી માનસિકતા લાવો છો ક્યાંથી ?ભાઉના રાજમાં ગુજરાતીઓની નોકરી પણ જઈ રહી છે !ગુજરાતીઓ જાગો https://t.co/EVRj1Q7sj3
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 27, 2022
હવે આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ રાજકીય પક્ષ ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તેઓએ જણાવવું પડશે કે, આવા ઉમેદવારોને પસંદ કરવા માટે તેમને શું મજબૂરી હતી?
ત્રણ વખત જાહેરાત કરવી પડશે:
જે રાજકિય પાર્ટીઓ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તેમણે આ વાત તેમના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં જણાવવી પડશે. CEC રાજીવ કુમારે કહ્યું કે, "આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે જેથી નાગરિકો મત કોને આપવો તે અંગે નિર્ણય લઈ શકે." તમને જણાવી દઈએ કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં આગામી બે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા સોમવારે બે દિવસની મુલાકાતે ગુજરાત આવી છે.
પંચે અનેક બેઠકો યોજી હતી