Surat: સુરતના વેડ રોડ પર કુતરાએ બાળકીના હાથ-પગ પર બચકાં ભરતા હોસ્પિટલ ખસેડાઈ
રાજ્યના અનેક શહેરોમાં કુતરાઓ દ્વારા બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં રખડતાં કુતરાએ એકાએક બાળકી પર હુમલો કર્યો હતો.
સુરત: રાજ્યના અનેક શહેરોમાં કુતરાઓ દ્વારા બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં રખડતાં કુતરાએ એકાએક બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીએ બચવા માટે બૂમાબૂમ કરી હતી. આ સમયે આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીને બચાવી લીધી હતી. જો કે, ત્યાં સુધીમાં તો કુતરાએ બાળકીના હાથ અને પગ પર બચકાં ભરી લીધા હતા. બાળકીને તુરંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ છે.
ન માત્ર આ એક બાળકી પરુંતુ ઈંટવાળા ફળિયામાં પોતાના ઘરે આંગણા રમતી 5 વર્ષીય અન્ય એક બાળકી પર પણ કુતરાએ હુમલો કરતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવી પડી હતી. થોડા દિવસ પહેલાં વરાછા વિસ્તારમાં કુતરાએ એક બાળકી પર હુમલો કરતા બાળકીને ગાલ પર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. કુતરાના હુમલાની સતત બનતી આ ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ
અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.
મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.
ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.