શોધખોળ કરો
લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોને ટેરેસ પર ભજીયાં પાર્ટી કરવી મોંઘી પડી ? જાણો કેમ
વરાછા રોડ પર સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાજહંસ સ્વપ્ન નામના બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલતી હતી જોકે આ લોકોને ખબર નહોતી કે પોલીસનું ડ્રોન 11 માળે પણ આવશે

સુરતઃ કોરોના વાયરસને લઈને લોકો એક બીજાના સંપર્ક અહીં આવે તે માટે લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે ઘણાં લોકો બહાર નહીં આવીને પોતાની સોસાયટીમાં એકત્ર થઈ રહ્યાં છે અથવા એપાર્ટમેન્ટના ધાબા ઉપર પાર્ટી કરતા નજરે પડે છે. ત્યારે આવા લોકો ઘરમાં રહે તે માટે પોલીસ ડ્રોનની મદદ લે છે ત્યારે સુરતના સરથાણામાં ફ્લેટના ટેરેસ પર ભજીયા પાર્ટી કરવી રહીશોને ભારે પડી હતી. પોલીસના ડ્રોન કેમેરાએ આ પાર્ટી પકડી પાડી હતી. જેથી તમામ લોકો પોલીસે અટકાયત કરી હતી. કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો એક બીજાના સંપર્કમાં ન આવે અને સોશિયલ ડિસ્ટસિંગ જાળવા માટે અનેક વખત કહેવામાં આવ્યું છે અને આ વાયરસને ફેલાવતા અટકાવ માટે પોલીસ વિભાગ સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે. ત્યારે કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળીને લોકડાઉન પાલન કરતાં નથી તેવા લોકો પર પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત લોકો સોસાયટીના નાકા પર એકત્ર થઈને ગપ્પા મારવા સાથે ક્રિકેટ પણ રમતા હોવાની ફરિયાદ ને લઈને પોલીસ ડ્રોનની મદદથી આવા લોકોને કેમેરામાં કેદ કરીને કાર્યવાહી કરે છે ત્યારે લોકો સોસાયટીમાં બહાર બેસવાની જગ્યામાં રેસિડન્સીમાં આવેલ બિલ્ડિગ પર પાર્ટી કરતાં હોય છે. વરાછા રોડ પર સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાજહંસ સ્વપ્ન નામના બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલતી હતી જોકે આ લોકોને ખબર નહોતી કે પોલીસનું ડ્રોન 11 માળે પણ આવશે અને પોલીસનો કેમેરો 11 માળે પહોંચી ગયો હતો. ત્યારે લોકો ભજીયા માટેનો સામાન કાપતાં નજરે પડ્યાં હતાં પરંતુ ડ્રોન જોઈને કેટલાંક લોકો ભજીયા પાર્ટીનો સામાન કાપતા કાપતાં દોડીને નીચે જતાં જોવા મળ્યાં હતાં જ્યારે અમુક લોકો ત્યાં જ બેઠા રહે છે.
વધુ વાંચો





















