શોધખોળ કરો

Heart Attack death: સુરતમાં વધુ એક આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો, 27 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત

રાજ્યમાં વધુ એક આશાસ્પદ યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો. 27 વર્ષિય યુવકનું છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ નિધન

Heart Attack death: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં 27  વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે.

સુરત સચિન જીઆઇડીસી કંપનીમાં 27 વર્ષીય યવકનો હાર્ટ એટેક ભોગ લીધો છે. સુરતના મોહમ્મદ જહાંગીર નામનાં યુવકને અચાનક જ  છાતીમાં દુઃખાવો થયો. છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા મોહમ્મદ જહાંગીરને તાબજતોબ હોસ્પિટલ પહોંચાડતમાં આવ્યો હતો.  જો દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય સારવાર મળે તે પહેલાં જ તબીબે મૃતક જાહેર કર્યાં હતો. યુવકની કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, અચાનક જ એક છાતીમાં દુખાવો થયા બાદ હાર્ટ એટેકથી મોત નીપજતાં  પરિવારના સભ્યો સ્તબ્ધ છે.આશાસ્પદ યુવકના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સચિન જીઆઇડીસી પોલિસે મૃતદેહને પીએમ અર્થ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાવધાન, આ વિટામિનનું સેવન કરવાથી આવે છે હાર્ટ અટેક, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Heart Attack Causes: અત્યાર સુધી કોલેસ્ટ્રોલને હાર્ટ એટેક માટે જવાબદાર માનવામાં આવતું હતું. પરંતુ એક નવો અભ્યાસ સૂચવે છે કે, વિટામિન B3 પણ તેનું કારણ બની શકે છે. તેને વધુ પડતું લેવાથી ચેતાને નુકસાન થઈ શકે છે.

વિટામિનના અભાવે આપણે વીકનેસ અનુભવીએ છીએ. વિટામિન  શરીર માટે  ઇંધણ  જેવું કામ કરે છે. કોઈપણ કામ કરવા માટે શરીરને તેમની જરૂર હોય છે. વિટામિનની ઉણપને કારણે હાડકાં તૂટવા લાગે છે, યાદશક્તિ પણ ઓછી થઇ જાય છે,  જ્ઞાનતંતુઓમાં દુખાવો થવા લાગે છે, આંખોની રોશની જતી રહે છે.

તાજેતરના એક સંશોધને બધાને ચોંકાવી દીધા જ્યારે તે બહાર આવ્યું કે વિટામિન હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેનું નામ વિટામિન B3 છે જેને નિયાસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્વસ સિસ્ટમ, પાચનતંત્ર અને ત્વચાને તેની જરૂર છે. પહેલાં, તેનો ઉપયોગ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે થતો હતો.

સંશોધકોએ નોંધ્યું કે, જ્યારે વિટામિન B3 તૂટી જાય છે, ત્યારે 4PY નામની આડપેદાશ રચાય છે. જ્યારે તેનું સ્તર જરૂરી સ્તર કરતાં વધી જાય છે, ત્યારે રુધિરાભિસરણ તંત્રમાં સોજો  શરૂ થાય છે. જેના કારણે લોહીની ધમનીઓને નુકસાન થાય છે અને એથેરોસ્ક્લેરોસિસ નામનો રોગ થાય  છે. આશ્ચર્યજનક વાત એ છે કે સંશોધનમાં એથેરોસ્ક્લેરોસિસથી પીડિત દર્દીઓનું કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય હતું. ન્યુઝ મેડિકલ લાઇફ સાયન્સ (રેફ.) એ નેચર પર પ્રકાશિત આ અભ્યાસ વિશે માહિતી આપી હતી.

વિટામિન બી3થી કેવી રીતે બચશો
ખોરાક દ્વારા વધારાનું વિટામિન B3 મેળવવું ખૂબ મુશ્કે છે.  પરંતુ હવે સપ્લીમેન્ટ્સ લેવાનું ચલણ વધ્યું છે જેમાં તેનું પ્રમાણ વધુ હોય છે. તે ઘણા પ્રોસેસ્ડ અને તૈયાર ફૂડમાં પણ ઉમેરવામાં આવે છે. તેને એકસાથે લેવાથી હૃદયને વધુ નુકસાન થાય છે.
હાર્ટ અટેકનું સામાન્ય કારણ 
 નસનો એક પ્રકાર ઓક્સિજન અને પોષણને લોહીમાં મિક્સ કરીને  શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. જ્યારે આ નસોની દીવાલો પર ચરબી કે પ્લાક જમા થવા લાગે છે,  ત્યારે નસો સંકોચાય છે. આ સ્થિતિને એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે.

નિયાસિનનું વજન મિલિગ્રામમાં થાય છે. પુરુષો અને સ્ત્રીઓની જુદી જુદી જરૂરિયાતો હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ કિશોરવયના પુરૂશ અને ફિમેલ માટે 16 અને 14 મિલિગ્રામ NEની ભલામણ કરે છે. તો  19 વર્ષથી વધુ ઉંમરના પુરુષોએ દરરોજ 16 mg NE અને સ્ત્રીઓએ 14 mg NE લેવું જોઈએ. આનાથી વધુ માત્રા નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Embed widget