સામાન્ય વરસાદમાં જ સ્માર્ટસિટી સુરત પાણીમાં થયું ગરકાવ, નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યો
20 મીનિટ વરસેલા વરસાદી ઝાપટામાં જ જો આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ વરસે તો શું સ્થિતિ થાય તે સ્માર્ટ સિટીની શું હાલત થાત તે કહેવું મુશ્કેલ છે.
Rain in Surat: સ્માર્ટસિટી સુરત પ્રશાસનના પાપે પાણીમાં ગરકાવ થયું છે. સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ તો જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોવા થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન બહાર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો બીજો વિસ્તાર છે ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં તો કેડ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વહેલી સવારના લોકો તો પોતાના નોકરી ધંધાર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે રવાના થયા હતા. જોકે હજુ તો ઘરની બહાર નીકળે તે પહેલા જ રસ્તામાં અટવાઈ પડ્યા હતા.
20 મીનિટ વરસેલા વરસાદી ઝાપટામાં જ જો આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ વરસે તો શું સ્થિતિ થાય તે સ્માર્ટ સિટીની શું હાલત થાત તે કહેવું મુશ્કેલ છે. અહીં સૌથી ગંભીર બાબત તો એ છે કે હવે તો ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આવી સ્થિતિ હોય તો પ્રિ-મોન્સુનના નામે થયેલી કામગીરી સામે સવાલ ચોક્કસ ઉપસ્થિત થાય છે. જે શહેરના ત્રણ- ત્રણ ધારાસભ્યો મંત્રી તરીકેનું પ્રતિનિધીત્વ કરતા હોય તે શહેરની આ તે કેવી દયનીય સ્થિતિ છે.
હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMD એ રવિવારે (24 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. IMDએ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે પૂર્વ ભારતમાં આગામી દિવસો માટે હવામાનની આગાહીમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMDએ કહ્યું કે, "સોમવાર સુધી બિહારમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે." રવિવારે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય 28 સપ્ટેમ્બર સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. તેમજ ભારે વરસાદના અલગ-અલગ બનાવો પણ બની શકે છે.
હવામાન વિભાગે કહ્યું, "તેમજ 26 થી 28 સપ્ટેમ્બર સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે." ખાસ કરીને, રવિવારે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.