Surat: પતિ રાત્રે અશ્લિલ વીડિયો જોતો અને પત્ની જોઇ ગઇ, પછી જે થયું એ જાણી ચોંકી ઉઠશો
સુરતમાં અશ્લિલ વીડિયો જોવાને લઇને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
સુરતઃ સુરતમાં અશ્લિલ વીડિયો જોવાને લઇને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કતારગામમાં ધ્રુવતારક સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. કિશોર પટેલ અને કાજલ મિશ્રાના એક વર્ષ પહેલા લગ્ન જ થયા હતા. પરંતુ અવારનવાર ઘર કંકાસ રહેતો હતો. 19 તારીખે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો
પત્નીનો આરોપ છે કે પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો. જેથી વીડિયો જોવાની ના કહેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો. બીજા દીવસે સવારે પણ બંન્ને વચ્ચે તકરાર થઈ હતી. ત્યારે ગુસ્સામાં આવીને કિશોર પટેલે પત્ની પર જવલનશીલ પદાર્થ ફેંકીને તેને સળગાવી દીધી હતી. હાલ તો ચોક બજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
Surat: લકઝરી બસમાં સુરત જતાં પહેલા વાંચી લો આ મોટા સમાચાર, નહીંતર....
Surat: સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.
પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે