વલસાડઃ ટેરેસ પર વોકિંગ કરી રહી હતી યુવતી ને અચાનક ચક્કર આવતાં નીચે પટકાઇ, ઘટનાસ્થળે જ મોતથી અરેરાટી
મોર્નીગ વોક માટે યુવતી એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પર ગઈ હતી. યુવતીને ચક્કર આવી જતા એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી નીચે વીજ તાર પર પટકાયા બાદ જમીન પર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
![વલસાડઃ ટેરેસ પર વોકિંગ કરી રહી હતી યુવતી ને અચાનક ચક્કર આવતાં નીચે પટકાઇ, ઘટનાસ્થળે જ મોતથી અરેરાટી Girl collapse from terrace in Valsad , girl died on the spot વલસાડઃ ટેરેસ પર વોકિંગ કરી રહી હતી યુવતી ને અચાનક ચક્કર આવતાં નીચે પટકાઇ, ઘટનાસ્થળે જ મોતથી અરેરાટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/20/3ee11d556d0dfef1fcad7019919b3ef2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વલસાડઃ શહેરના છીપવાડ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ટેરસ પરથી નીચે પટકાતા યુવતીનું મોત થયું છે. યુવતીના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છીપવાડના દાણા બજાર વિસ્તારમાં આવેલ મોટી વીલા એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી યુવતી નીચે પટકાતા મોત થયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મોર્નીગ વોક માટે યુવતી એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પર ગઈ હતી. યુવતીને ચક્કર આવી જતા એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી નીચે વીજ તાર પર પટકાયા બાદ જમીન પર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Rajkot : યુવકની છરીના ઘા મારી હત્યા, લાશ બોક્સમાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી; હત્યા પાછળ કોનો છે હાથ?
રાજકોટઃ ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક આવેલા નાળા પાસેથી એક મોટા બોક્સમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. પોલીસ તપાસમાં મૃતક ગોકુલધામનો બૂટલેગર સંજય સોલંકી (ઉ.વ.37) હોવાનું ખુલ્યું હતું. આ હત્યા પાછળ કોઈ યુવતીનો હાથ હોવાની પોલીસને શંકા છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક નાળા પાસેથી લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તેમજ બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી.
સંજય સોલંકીને છરીના ઘા ઝીંકી પતાવી દિધો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું. સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હત્યા કર્યા બાદ હત્યારાઓ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી હતી અને તેને કયાં ફેંકવી તેનો પ્લાન ઘડ્યો હોય. તેમજ હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પણ આશંકા પોલીસે વ્યકત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)