Govind Dholakia: રામમંદિર માટે રૂ. 11 કરોડનું દાન આપનારા કયા ગુજરાતી ઉદ્યોગપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા?
દુનિયાની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિ.ના માલિક ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Govind Laljibhai Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
ગોવિંદ ધોળકિયા ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને લોકો તેમને ગોવિંદ કાકા અથવા ગોવિંદ ભગતના હુલામણા નામથી પણ બોલાવે છે. તેઓ દાનવીર તરીકે પણ જાણીતા છે. ગોવિંદ ધોળકિયા ડાંગમાં 311 હનુમાન મંદિર બનાવી રહ્યા છે. ગોવિંદ ધોળકિયા ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ છે. દુનિયાની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિ.ના માલિક ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
View this post on Instagram
હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ
ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.
હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.
માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે.
રતન ટાટાથી લઈ પીએમ મોદી સાથેની ગોવિંદ ધોળકિયાની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય
અમિત શાહે ગોવિંદ ધોળકિયાને ફોન કરીને શું કહ્યું હતું? જાણો વિગત