(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સફાઈકર્મીની નોકરી માટે ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું પરિણામ બતાવ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત મહાનગર પાલિકામાં ખોટીરીતે ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવવામાં તપાસના મામલે પોલીસ ફરિયાદ નોધાઈ છે. નોકરી મેળવવા ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું પરિણામ બતાવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સુરત: સુરત મહાનગર પાલિકામાં ખોટીરીતે ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવવામાં તપાસના મામલે પોલીસ ફરિયાદ નોધાઈ છે. નોકરી મેળવવા ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું પરિણામ બતાવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહિને 35 હજારની સફાઇ કર્મીની નોકરી મેળવવા ગ્રેજ્યુએટ છતાં યુવકે 7 પાસનું રિઝલ્ટ આપ્યું હતું. ધોરણ 12 ભણેલા 3 યુવક, એક યુવતી સહિત 5 વિરુદ્ધ ગુનો લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાતા 2 સફાઈકર્મીની ધરપકડ કરવામાં આવી છે. સફાઇ કામદાર બનવા ધોરણ 7 સુધી જ માન્યતા છે.
સુરત પાલિકામાં સફાઇકર્મીની સરકારી નોકરી મેળવવા 5 કર્મીએ ધો-12 સુધીનો અભ્યાસ છતાં ધો-7 સુધી ભણેલાનું ખોટું બાંહેધરી પત્રક આપ્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટો ઊભા કરી નોકરી મેળવી હતી. પાલિકાની વિજિલન્સની તપાસમાં 5નો ભાંડો ફૂટી ગયો છે જેમા પાલિકાના પર્સોનેલ ઓફિસર ધવલ મોદીએ લાલગેટ પોલીસમાં બે ફરિયાદો આપી છે.ફરિયાદ ના આધારે પોલીસે રાહુલ કાંતિ મકવાણા, દેવેન હિતેન્દ્ર ચૌહાણ, હિતેશ ચતુર મકવાણા, વિશાલ શંકર પટેલ અને ધર્મિષ્ઠા દિનેશ પરમાર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી દેવેન ચૌહાણ, રાહુલ મકવાણાની ધરપકડ કરી છે. સફાઇ કર્મીના પગાર 19થી 35 હજાર સુધી હોય છે.
રાહુલ મકવાણા ધોરણ-12 ભણ્યા પરંતુ સરકારી નોકરી મેળવવા ધોરણ-7 ના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા, હિતેશ પટેલ ધો-12 ભણ્યા પરંતુ ધોરણ-7 બતાવ્યું હતું. વિશાલ પટેલ ધોરણ-12 ભણ્યા પરંતુ ધોરણ-7 બતાવ્યું હતું. દેવેન ચૌહાણ TYBcom ભણ્યા છે પરંતુ ધોરણ-7 બતાવવામાં આવ્યું છે. ધર્મિષ્ઠા પરમાર ધોરણ-11 ભણ્યા પરંતુ ધોરણ-5 બતાવ્યું છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં સફાઇ કામદાર આરોપી દેવેન ચૌહાણના પિતાજી પોસ્ટમાં 5 હજારના પગારમાં નોકરી કરતા હતા. ઘર પતરાવાળું હતું. બહેનના લગ્ન કરવાના હતા. પિતા પર ઘર ચાલે તેમ ન હતું. દેવેને ટીવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. નોકરી મળતી ન હોય ધોરણ 7 બતાવી નોકરીમાં લાગ્યો હતો.
જ્યારે બીજો આરોપી સફાઇ કામદાર આરોપી રાહુલ મકવાણાના પિતાને પગમાં દુખાવો થતો હોય નોકરી કરી શકતા ન હતા અને માતા ગૃહિણી છે. જેથી આરોપી રાહુલ પર ઘર ચાલે છે. રાહુલ ધો-12 પાસ છે પરંતુ નોકરી મળતી ન હતી. જેથી પાલિકામાં નોકરી મેળવવા ધો-7 પાસ હોવાનું બતાવ્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial