શોધખોળ કરો
Advertisement
વલસાડઃ ST બસે કચડી નાંખતા બાઇક પર જઈ રહેલા દંપતીનું ઘટનાસ્તળે જ મોત, સર્જાયો ટ્રાફિકજામ
ધીરુભાઈ ટંડેલ પોતાના પત્ની સાથે બાઇક લઈને પસાર થઈ ધરમપુર રોડ પર જઈ રહ્યા હતા. આ જ સમયે વલસાડ કપરાડા રૂટની એસટી વિબાગની લોકલ બસે બાજુની સાઇડમાં લેવા જતાં બાઇક પર જઈ રહેલું દંપતી પાછળના વ્હીલમાં આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વલસાડઃ શહેરના આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે એસટી બસે બાઇક સાથે દંપતીને કચડી નાંખતા બંનેને ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 55 વર્ષીય ધીરુભાઈ શુક્કરભાઈ ટંડેલ પોતાના પત્ની સાથે આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બાઇક( જીજે 15, એએફ 6406) લઈને પસાર થઈ રહ્યા હતા. તેઓ ધરમપુર રોડ પર જઈ રહ્યા હતા. આ જ સમયે વલસાડ કપરાડા રૂટની એસટી વિબાગની લોકલ બસ (જીજે 18, ઝેડ 2610)એ બાજુની સાઇડમાં લેવા જતાં બાઇક પર જઈ રહેલું દંપતી પાછળના વ્હીલમાં આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બસ ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.
અકસ્માત થતાં પોલીસ અને 108 પહોંચી ઘટનાસ્થળે.
અકસ્માતમાં મોતને ભેટેલા બાઇક ચાલક.
અકસ્માત સ્થળે પહોંચેલી પોલીસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement