Gujarat Election 2022 Live : આમ પાર્ટી સરકાર બની રહી છે, 150 બેઠક જીતશે - કેજરીવાલ
Gujarat Election 2022: આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. AAPએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
Background
Gujarat Assembly Election Updates 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર તેજ થઈ રહ્યો છે. પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. આમ આદમી પાર્ટીએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.
દિલ્લીના મુખ્યમંત્રીશ્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજકશ્રી અરવિંદ કેજરીવાલજીનો સુરત ખાતે રોડ શો. pic.twitter.com/N6FpZnZjk7
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 21, 2022
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને 51782 જેટલા મતદાન મથકોમાંથી અંદાજે 30 ટકા જેટલા મતદાન મથકો એટલે કે 16 હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે.સંવેદનશીલથી અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામા આવે છે.ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને રાખીને સંવેદનશીલ-અતિસંવેદનશીલ મથકો નક્કી કરવામા આવે છે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી થનાર છે અને પ્રથમ તેમજ બીજા તબક્કાની મળીને 182 બેઠકો માટે રાજ્યના 33 જિલ્લામાં કુલ 51782 મતદાન મથકો નક્કી કરવામા આવ્યા છે.આ મતદાન મથકોમાંથી અંદાજે 30 ટકાથી વધુ મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં નક્કી કરવામા આવ્યા છે. રાજ્યના કુલ મતદાન મથકોમાંથી 16234 જેટલા મથકો એટલે કે 31 ટકા મથકો સંવેદનશીલ છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ જ્યાં આ વખતની ચૂંટણીમાં 1518 મતદાન મથકો વધ્યા છે.જે વિવિધ જિલ્લામાં વધારવામા આવ્યા છે.
આ વખતની ચૂંટણીમાં મુખ્ય શહેર-જીલ્લાવાર જોઈએ તો સૌથી વધુ 5599 મતદાન મથકો અમદાવાદ જિલ્લમાં છે ત્યારબાદ સુરતમાં 4623, બનાસકાંઠામાં 2612 ,વડોદરામાં 2589 અને રાજકોટમાં 2253 પોલીંગ સ્ટેશન્સ છે.સૌથી ઓછાં 335 મતદાન મથકો ડાંગ જિલ્લામાં છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરની 16 બેઠકોના કુલ મતદાન મથકોમાં અંદાજે 1450 જેટલા એટલે કે 34 ટકા જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે.સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકોમાં પેરામીલિટ્રી ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામા આવતી હોય છે અને ચૂંટણી પંચ દ્વારા પોલીસ બંદોબસ્ત માટે પણ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકવામા આવતા હોય છે. 35 થી વધુ પોલીસ ઓબ્ઝર્વર ચૂંટણી પંચ દ્વારા મોકલવામા આવ્યા છે.
વખતે એવો રેકોર્ડ બનાવશું જે કોઈ ક્યારેય નહિ તોડી શકે: પાટિલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો. તેમણે કહ્યું આ વખતે એવો રેકોર્ડ બનાવશું જે કોઈ ક્યારેય નહિ તોડી શકે. સૌથી વધુ લીડથી જીતવાના અને સૌથી મધુ વોટ શેર મેળવવાનો પણ રેકોર્ડ કરીશું.
જરાતમાં 'આપ'ની સરકાર બનતા એક પણ પેપર નહીં ફૂટવા દઈએઃ કેજરીવાલ
દિલ્લીમાં 7 વર્ષથી અમારી સરકાર છે, એક પણ પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં 'આપ'ની સરકાર બનતા એક પણ પેપર નહીં ફૂટવા દઈએ. હું આપ સૌને ગેરંટી આપું છું કે ૧ વર્ષમાં જેટલી પણ સરકારી ભરતીઓ ખાલી છે, એમાં ભરતી કરવામાં આવશે.



















