શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : 'પોલીસ સ્ટેશનમાં 200-500 રૂપિયાના તોડ પાડી પોતાનું ઘર ચલાવવું પડતું હતું એ દિવસ ભૂલી ગયા?', ગણપત વસાવાનો વીડિયો વાયરલ
ગણપત વસાવા સાથે એબીપી અસ્મિતાની આ વીડિયો મુદ્દે વાતચીત થઈ હતી. ગત 24 તરીકે સસ્પેન્ડ કરાયેલ માજી જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુ માનાભાઈ વસાવા અને ચંદુ વિશ્રામ વસાવા વિશે વીડિયોમાં ચર્ચા કરી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો.
![Surat : 'પોલીસ સ્ટેશનમાં 200-500 રૂપિયાના તોડ પાડી પોતાનું ઘર ચલાવવું પડતું હતું એ દિવસ ભૂલી ગયા?', ગણપત વસાવાનો વીડિયો વાયરલ Gujarat Minister Ganpat Vasava's video viral on allegations against BJP leader Surat : 'પોલીસ સ્ટેશનમાં 200-500 રૂપિયાના તોડ પાડી પોતાનું ઘર ચલાવવું પડતું હતું એ દિવસ ભૂલી ગયા?', ગણપત વસાવાનો વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/27163008/Ganpat-Vasava.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ મંત્રી ગણપત વસાવા.
સુરતઃ સોશિયલ મીડિયામાં રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવાનો વિડિયો વાયરલ થયો છે. ગણપત વસાવાએ નામ લીધા વગર ભાજપના જ નેતાને ટાર્ગેટ કરી રહ્યા છે. નેતાના ભૂતકાળની ભાષણમાં ચર્ચા કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં 200 અને 500 રૂપિયા ના તોડ પાડી પોતાનું ઘર ચલાવવું પડતું હતું એ દિવસ ભૂલી ગયા.
આજની જાહોજલાલી ગણપત વસાવાના લીધે છે. રોડ પર ટોલા ફરે એ પણ મારી જાહોજલાલીના છે. સરકારમાંથી એક જ ઓર્ડર કરાવું એટલે કાલથી બધા ટોલા બંધ. કોઈપણ ચમરબંધ હશે એને ચલાવી લેવામાં આવશે નઈ. આવનારા દિવસોમાં એમને ઠેકાણે પાડી દેવાના છે. વીડિયોને લઇ હાલ તાલુકા અને જિલ્લામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ગણપત વસાવા સાથે એબીપી અસ્મિતાની આ વીડિયો મુદ્દે વાતચીત થઈ હતી. ગત 24 તરીકે સસ્પેન્ડ કરાયેલ માજી જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુ માનાભાઈ વસાવા અને ચંદુ વિશ્રામ વસાવા વિશે વીડિયોમાં ચર્ચા કરી હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. ગત 24 તારીખના પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈ જિલ્લા પ્રમુખે બંનેને સસ્પેન્ડ કર્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)