(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા કયા શહેરમાં ઉઠ્યો આંશિક લોકડાઉનનો વિરોધ, વેપારીઓએ શું ઉચ્ચારી ચિમકી?
વેપારીઓ હવે આંશિક લોકડાઉન હટાવી લેવાની માંગણી કરી રહ્યા છે. તેમજ આંશિક લોકડાઉન સામે વિરોધ પણ નોંધાવી રહ્યા છે. તેમજ આ લોકડાઉનને લઈને વેપારીઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુરતઃ ગુજરાતમાં મહાનગરો સહિત 36 શહેરોમાં આંશિક લોકડાઉનની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટર દ્વારા આ આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવવાની માંગણી કરી છે. બીજી તરફ વેપારીઓ હવે આંશિક લોકડાઉન હટાવી લેવાની માંગણી કરી રહ્યા છે. તેમજ આંશિક લોકડાઉન સામે વિરોધ પણ નોંધાવી રહ્યા છે. તેમજ આ લોકડાઉનને લઈને વેપારીઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કચ્છમાંઆંશિક અને મીની લોકડાઉનને લઈને નાનાથી મોટા વેપારી મુશ્કેલીમાં મુકાયા છે. આંશિક અને મીની લોકડાઉનથી 25 દિવસ બંધ રહેતા ધંધા રોજ ઘારથી ભુજ અને ગાંધીધામના વેપારીને મુશ્કેલી પડી રહી છે. જો સરકાર દ્વારા કાલથી દુકાન નહીં ખોલવનો નિર્ણય લેવામાં આવશે તો વેપારીઓ દુકાન ખોલી વિરોધ કરશે. ભુજ અને ગાંધીધામના વેપારી એસોસિએશ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ગોધરામાં વેપારી એસોસિએશન આવતી કાલથી દુકાનો ખોલી દેવાની ચીમકી આપી છે. ફરી સર્વેચ્છિક લૉકડાઉનની જાહેરાત થશે તો આવતી કાલે તમામ વેપારીઓ દુકાનો ખોલી લોકડાઉનનો વિરોધ કરશે. સ્વૈચ્છિક લોકડાઉનનો ગોધરાના વેપારી એસોસિઅને વિરોધ કર્યો. કાપડ, મોબાઈલ, વાસણ, સ્પેરપાર્ટ્સ , ઇલેક્ટ્રોનિક સહીત જથ્થા બંધ તેમજ છૂટ્ટક વેપારીઓએ લોકડાઉનનો વિરોધ કર્યો. લોકડાઉનને કારણે શહેરી વિસ્તારોના ધન્ધા રોજગાર ને મોટી અસર પડી હોવાનો એસોસિઅનનો આરોપ છે. લોકડાઉનના કારણે શહેરી વિસ્તારના તમામ નાના મોટા વેપારીની હાલત કફોડી બની છે. કોરોના ચેન તોડવાને બદલે સરકાર વેપાર ધન્ધાની ચેન તોડી રહ્યાનો વેપારી મંડળ એસોસિએન પ્રમુખનો આરોપ છે.
સુરતમાં હોઝયરીના વેપારી ઓ દ્વારા કલેકટરને પોતાની દુકાનો ખોલવા રજૂઆત કરી છે. નાના વેપારી આર્થિક મુશ્કેલી માં મુકાયા હોવાનું જણાવાયું છે. ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હોવાની આજીજી કરાઈ. ધંધો રોજગાર ચાલુ થાય તો કામદારોનું ઘર પણ ચાલશે. વહેલી તકે દુકાનો ચાલુ કરવા માંગ કરાઈ.
સુરતમાં આંશિક લોકડાઉનમાં હોટલ રેસ્ટોરન્ટની સ્થિતિ કફોડી બની છે. કોરોના પહેલા દક્ષિણ ગુજરાતમાં મહિને 100 કરોડ બિઝનેસ હતો જે અત્યારે 5 કરોડ પર પહોંચ્યો છે. કોરોના પહેલા હોટલ રેસ્ટોરન્ટ માં 60% વેપાર હતો અત્યારે 0 થી 5 % પર પહોંચી ગયો. પહેલા હોટલ માં 80% ખર્ચ માં 20% નફો આવતો હતો. રેસ્ટોરન્ટ માં 10 થી 15 % નફો થતો હતો હાલ સ્થિતિ કફોડી,ધંધો બંધ છે.
હોટલ માલિકો 1 લાખ થી લઈ 5 લાખ સુધી નું પ્રોપર્ટી ભાડું ચૂકવે છે,હાલ એમાં કોઇ વળતર નથી. સ્ટાફ પાછળ અંદાજીત કમાણી ના 20 % ખર્ચ થાય છે..હાલ સ્ટાફ અને કામદાર વતન છે.
હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાયની સરકાર પાસે માંગ
- પ્રોપર્ટી ટેક્ષ માં માફી આપો
- 24 કલાક પારસલ સેવા શરૂ કરો
- પાણી વેરા માફી આપો
- વીજળી માં ઇલેક્ટ્રિસીટી ડ્યુટી માફી આપો
- ગેસ ડોમેસ્ટિક ભાવે આપો
- PF અને ESI ના કોન્ટ્રબ્યુશન માં માફી આપો
- કોવિડ દરમ્યાન કર્મચારીઓ નું મોત થાય તો 5 લાખ વળતર આપો
- પોલીસ અને પાલિકા ના અધિકારી રાજ બંધ કરો..