Surat Madresa: મદરેસાઓમાં યુપી-બિહારથી આવ્યા છે બાળકો, સ્કૂલે નથી જતાં, મૌલવી બનાવવા કરાવાય છે અભ્યાસ
Gujarat Madresa Survey: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની મદરેસાઓમાં સર્વે ચાલી રહ્યો છે, આ સર્વે અંતર્ગત આજે સુરતમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે
Gujarat Madresa Survey: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની મદરેસાઓમાં સર્વે ચાલી રહ્યો છે, આ સર્વે અંતર્ગત આજે સુરતમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં ગ્રામ્ય અને શહેરમાં ચાલતી 39 મદરેસાઓ પર ડીઇઓ દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી, જેમાં મુસ્લિમ બાળકોને સ્કૂલે મોકલતા ના હોવાનું ખુલ્યુ છે, આ બાળકોને મૌલવી બનાવવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે સુરતની મદરેસાઓમાં યુપી અને બિહારના 6 થી 14 વર્ષની ઉંમરના નાના બાળકોને ભણાવાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ તમામ મદરેસાઓની સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી હતી, રાજ્યમાં અત્યારે 1100 મદરેસા કાર્યરત છે, આ તમામ મદરેસાઓના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચેકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં મોટી ખુલાસો થયો છે. સુરત ગ્રામ્ય અને શહેરની 39 મદરેસાઓમાં ડીઇઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત બહારના યુપી અને બિહાર મુસ્લિમ બાળકો હોવાનું ખુલ્યુ છે. સુરત ડીઈઓ ટીમે 39 મદરેસાઓમાં તપાસ શરૂ કરી હતી, જેમાં મદરેસાઓમાં 69 બાળક ઉત્તર પ્રદેશ અને બિહારના મળ્યા છે.
માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી સુરત ડીઇઓની ટીમે સઘન ચેકિંગ શરૂ કર્યુ હતુ જેમાં સુરત ગ્રામ્ય અને શહેરની 39 જેટલી મદરેસાઓમાં તપાસ કરી હતી, આ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, 39 મદરેસાઓમાં 802 જેટલા મુસ્લિમ બાળકો છે જેમાંથી 69 બાળકો સ્કૂલમાં અભ્યાસ કરવા નથી રહ્યાં. આ મદરેસાઓમાં મોટાભાગ બાળકો ગુજરાત બહારના યુપી અને બિહારથી આવેલા છે, જેઓને સ્કૂલનો અભ્યાસ નહીં પરંતુ મૌલવી બનાવા માટે તાલીમ અપાઇ રહી હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. ખાસ વાત છે કે આ મદરેસાઓમાં અભ્યાસ કરતાં બાળકો 6 થી 14 વર્ષની ઉંમરના છે. 69 બાળક મૌલવી બનવા માટેનો અભ્યાસ કરવા માટે સુરત આવ્યા હોવાની શંકા છે, એટલુ જ નહીં સુરતમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અન્ય રાજ્યની મદરેસાઓમાં વધુ અભ્યાસ માટે જવાના હોવાની પણ વાત સામે આવી છે. આ સમગ્ર મામલે સુરત ડીઇઓએ ગુજરાત સરકારને તપાસનો રિપોર્ટ તૈયાર કરીને સોંપ્યો છે.