શોધખોળ કરો

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ જશે? જાણો હાર્દિક પટેલે પોતે શું આપ્યો જવાબ?

પત્રકારો દ્વારા તે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે?

સુરતઃ આજે સુરત જીલ્લાના કઠોર ન્યાયલય ખાતે કોંગ્રેસના હાર્દિક પટેલે હાજરી આપી હતી. ૫ વર્ષ પહેલાના હાઈવે પર ચક્કાજામના કેસમાં આજે તારીખ હતી. જોકે સહઆરોપી ગેરહાજર રેહતા વધુ સુનાવણી ૧૨ એપ્રિલના હાથ ધરાશે. હાર્દિક નારાજ છે તે મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, હું ખુશ છું. ગઈ કાલે જ સુરતમાં કાર્યકર્તાઓને મળ્યો છું. ઘર મોટુ છે એટલે ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. ઘરની વાત છે. ઘરમાં કોઈ ચિંતા નથી. ઘરની વાત ઘરમાં બેસીને સુલઝાવી દઈશુ. પત્રકારો દ્વારા તે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે? આમ કહીને તેમણે આ અંગે કંઈ ખ્યાલ ન હોવાનું કહી દીધું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, ૫ વર્ષ પહેલા ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસ ના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જેને લઇ પાસ અલ્પેશ કથીરિયા સહીત અનેક લોકો પણ ગુના નોંધાયા હતા અને જેમાં કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું. કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીતના કાર્યકરો પર ગુનો નોંધ્યો હતો. આ કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે, જેની આજરોજ તારીખ હતી અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે મીડિયા દ્વારા પુછાયેલા કોંગ્રેસ સાથે નારાજગી તેમજ આમ આદમી પાર્ટી સાથેના જોડાણના સવાલ પૂછતાં હાર્દિકે તેના જવાબ આપ્યા હતા. કઠોર કોર્ટમાં આજરોજ ઉપરોક્ત ચાલી રહેલા કે,માં ચાર્જ ફ્રેમ થવાની હતી, પરંતુ હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રેહતા આજે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી તેમજ નામદાર કોર્ટ દ્વારા આગામી ૧૨ એપ્રિલના દિવસે વધુ કાર્યવાહીની તારીખ ફાળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget