શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Surat: હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા અધિકારીઓમાં દોડધામ 

મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.  ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

સુરત: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.  ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. RTO બહાર અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. 

હર્ષ સંઘવીએ અલગ-અલગ વિભાગની મુલાકાત લીધી હતી.  ડ્રાઈવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા લોકો નાપાસ થયા  તેની માહિતી મેળવી હતી.  ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા અંગે પણ જાણકારી મેળવી હતી.  અરજદારોને કોઈ હાલાકી ન નડે તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.  

Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના  જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં   રજૂ કરવામાં આવ્યો હતો.  ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ  માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે  લોરેન્સના  14  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.

લોરેન્સ બિશ્નોઇને વર્ષ  2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.   નોંધનીય છે કે  વર્ષ  2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે  લોરેન્સનો  કબ્જો લેવામાં આવ્યો હતો.  ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.

પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.

Lawrence Bishnoi on ABP News: શું પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા લે છે ગેંગસ્ટર્સ? લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો

Lawrence Bishnoi on ABP News: એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'ઓપરેશન દુર્દાન્ત'માં દેશના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી જ ખુલીને વાત કરી હતી.  ગેંગસ્ટર બનવાથી લઈને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે લોરેન્સ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે શું પંજાબનું સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગેંગસ્ટરો સાથે જોડાયેલી છે? તો તેણે કહ્યું કે હજી એવું નથી. જેમ બોલિવૂડમાં થાય છે, એવું અહીં નથી થતું. પરંતુ ભવિષ્યમાં થશે તો કોણ કહી શકશે. 

શું ગુંડાઓ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પૈસા લે છે?

આ સવાલના જવાબમાં લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, "અમારા એન્ટી ગેંગસ્ટરોએ લઈ લીધા હતા, પરંતુ અમારી ગેંગે ક્યારેય કોઈની પાસેથી પૈસા લીધા નથી." તેમણે કહ્યું, "અમે અત્યાચાર સામે અવાજ ઉઠાવીશું. જે આપણી સાથે છે તેની સાથે કોઈ ખોટું કરે તો તેની પ્રતિક્રિયા આપીશું. હું 9 વર્ષથી જેલમાં છું અને મારી ભૂલોની સજા ભોગવી રહ્યો છું.

ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો: બિશ્નોઈ

સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, 'ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો. આ હત્યા વિશે મને પહેલેથી જ ખબર હતી, પરંતુ તેમાં મારો કોઈ હાથ નહોતો. મુસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યા હતા. મેં ગોલ્ડીને કહ્યું કે મૂઝવાલા આપણો દુશ્મન છે. હું વિકી મિદુખેડાની હત્યાથી ગુસ્સે હતો અને તે હત્યામાં મૂસેવાલા પણ સામેલ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget