શોધખોળ કરો

Heart Attack: સુરતમાં વધુ એક હાર્ટ એટેક, શિક્ષિકા રાત્રે સૂઇ ગયા બાદ સવારે ઉઠી જ નહીં, ડૉક્ટરોએ કરી મૃત જાહેર

હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ સતત વધી રહ્યું છે

Heart Attack News: હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ સતત વધી રહ્યું છે. રાજ્યમાં યુવાઓ, વૃદ્ધો અને હવે નાના બાળકોનું પણ હ્રદય રોગના હુમલાથી મોત થયાના સમાચારો સામે આવી રહ્યો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક મહિલાનું ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મહિલા સુરતમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. 

સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અડાજણ વિસ્તારમાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મનિષાબેન રમેશભાઈ પટેલ નામની મહિલાને હ્રદય રોગનો હુમલો આવ્યો છે, જેમાં તેમનુ મોત નિપજ્યુ છે. 50 વર્ષીય મહિલાનું રાત્રિના સમયે મોત થયુ છે. મહિલા રાત્રિના સમયે ઊંઘી હતી, તે પછી સવારે ઉઠી નહીં. મહિલાને રાત્રે જ ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી હતી. સવારે મહિલા ના ઉઠતાં પરિવારજનોએ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યૂલન્સ બોલાવીને ખાનગી હૉસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરો તેમને તપાસી મૃત જાહેર કરી હતી. મૃતક મહિલાને પહેલા કોઇપણ જાતની બિમારી પણ હતી, આ બધા પરથી ડૉક્ટરોએ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તો સમગ્ર મામલે અડાજણ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી નવી સિવિલ હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક મહિલાનું નામ મનિષાબેન રમેશભાઈ પટેલ છે જે શહેરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.

રાજકોટમાં વધુ ચાર લોકોના હૃદય બંધ, હાર્ટ એટેકથી 4 લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં કલ્પાંત

રાજ્યમાં હાર્ટએટેકથી સતત મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ ચાર લોકો હૃદયના ધબકારા ચૂકી ગયા છે. હાર્ટ એટેકના કારણે રાજકોટમાં ચાર લોકોના મોત થયા છે. હાર્ટએટેકથી મોત બાદ  તેમના પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. જેથી હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
ભીચરીમાં આવેલી એચ એન શુક્‍લા કોલેજના ક્‍વાર્ટરમાં રહેતાં અને ત્‍યાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.49) સવારે પાંચેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર જીવાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પુત્ર સાગરે જણાવ્‍યું હતું કે રાત્રે તેમને થોડુ થોડુ છાતીમાં દુઃખતું હતું તેઓ દવા લઇ સુઇ ગયા બાદ સવારે એકાએક બેભાન થઇ ગયા હતાં. હાર્ટએટેક આવતા તેમનું મૃત્‍યુ થયું હતુ.

બીજા બનાવમાં જામનગર સ્‍વસ્‍તીક સોસાયટીમાં સત્‍સસાંઇ સ્‍કૂલ સામે સિધ્‍ધાર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં નીરૂબેન બીપીનભાઇ વારીયા (ઉ.વ.63) ગત રાત્રે ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક રાજકોટમાં તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે શ્રધ્‍ધા એપાર્ટમેન્‍ટ ખાતે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. હાર્ટએટેક આવી ગયાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃત્‍યુ પામનારના પતિ બીપીનભાઇને આજે રાજકોટમાં દાંતનું ઓપરેશન કરવાનું હોઇ તેમની સાથે અહિ આવ્‍યા હતાં અને આ બનાવ બની ગયો હતો. 

ત્રીજા બનાવમાં મવડી જસરાજનગર બાપા સિતારામ ચોક શેરી નં. 3માં રહેતાં કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.49) બેભાન થઇ જતાં મોત થયું હતુ. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

ચોથા બનાવમાં જંગલેશ્વર ભવાની ચોક આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં ધીરૂબેન પ્રફુલભાઇ વાડોલીયા (ઉ.વ.45 ) સવારે બાથરૂમમાં બેભાન થઇ ઢળી પડયા હતાં. લાંબો સમય સુધી બહાર ન આવતાં દરવાજો તોડીને જોતાં બનાવની ખબર પડી હતી. તેમને 108ના તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget