શોધખોળ કરો

Rain Update:સુરતમાં અતિભારે વરસાદ, વાહનવ્યવહાર ઠપ્પ, શહેરમાં આવતી અને જતી એસટી બસ બંધ

Rain Update:સુરતમાં સવારથી 8 વાગ્યા સુધીમાં સાડા 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદે સુરતનું જીવન અસ્તવ્યસત કરી દીધું છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે

Surat Rain Update: હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું, હવામાનની આગાહી વચ્ચે આજે મેઘરાજાએ સુરતમાં ધમાકેદાર બેટીંગ કરી. મેઘરાજાની તોફીની બેટીંગના કારણે સુરત જળમગ્ન બન્યું છે. સુરતના મોટાભાગના રસ્તા પાણીમા ડૂબી જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરત શહેર અને ગ્રામ્ય. વિસ્તારની એસટી બસોને બંધ કરી દેવાઇ છે. સુરતથી જતી અને સુરતથી આવતી એસટી બસોને બંધ કરી દેવાઇ છે.

સુરતમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગે સુરત અને સુરતના ગ્રામ્ય વિસ્તારને અસ્તવ્યસ્ત કરી દીધું છે. મોટાભાગના રસ્તાઓ, માર્કેટ, પોલીસ સ્ટેશન, કોલેજ, શાળા, હોસ્ટેલ દરેક જગ્યાએ પાણી ભરાઇ જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

સુરતમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાતા સ્થાનિકોમાં મનપાની કામગીરી પ્રત્યે રોષ છે. પ્રિ-મોનસૂન  પ્લાનના મનપાના દાવાઓની  પોલ ખૂલી ગઇ છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે.  સુરતમાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે.  શાળા- કોલેજોમાં  પણ પાણી ભરાઇ જતાં રજા જાહેર કરાઈ છે.  8 ઇંચ વરરસાદે  મનપાના પોકળ દાવાની પોલ ખોલતા સ્થાનિકોમાં પણ રોષ છે. સુરત મનપાના શાસકો સામે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે એક સાથે વરસાદ પડતા આ સ્થિતિ સર્જાયાનો જનપ્રતિનિધીઓએ  પ્રતિભાવ આપ્યો હતો.

સુરતમાં ડભોલીના માર્ગો પર ઘૂટણસમા પાણી ભરાયા છે. તો જીલાણી બ્રિજ પાસે ધૂંટણસમા પાણી ભરાયા છે.  રોડ પર એટલું પાણી જોવા મળી રહ્યું છે કે, વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે લોકો પાણીમાં વાહન મૂકીને ચાલીને જવા મજબૂર બન્યા હતા.  સુરતના સરથાણામાં  પાણી ભરાયા હતા. ઉન્નતી મનો દિવ્યાંગ હેસ્ટેલમાં પણ  પાણી ઘૂસી ગયાનો અહેવાલ છે. દિવ્યાંગ હોસ્ટેલમાં પાણી ભરાતા શિક્ષિકાએ મદદ માટે અપીલ કરી છે. 

સુરતની રઘુકુળ માર્કેટ પણ જળમગ્ન બની છે. દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન પહોંચ્યું છે.માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. માર્કેટ ઉપરાંત અખંડઆનંદ કોલેજ પાસે પાણી  ભરાયા હતા.  કોલેજના ગેટ પાસે ગોઠણસમા પાણી ભરાતા વિદ્યાર્થી અને સ્ટાફની મુશ્કેલીને જોતા કોલેજમાં રજા જાહેર કરાઇ છે. સુરતનો સહારા દરવાજા વિસ્તાર પણ જળમગ્ન બન્યો છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
Embed widget