શોધખોળ કરો

Video: સુરતમાં રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીને કાર ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત, રુવાડા ઉભા કરી દેતા સીસીટીવી આવ્યા સામે

ધ્રુવાંગ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ભણવામાં હોશિયાર હતો. SY Bcom નો વિદ્યાર્થી અને સુરતની ટોપ કોલેજ KP કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકનો એક દીકરો અકસ્માતમાં મોતને ભેટતા પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.

સુરત: શહેરમા અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. પાલ ગૌરવ પથ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે મોપેડ પર જઈ રહેલા યુવકને જોરદાર અડફેટે લીધો હતો. જેમાં મોપેડ પર સવાર યુવક 10થી 12 ફૂટ ઉછળી જમીન પર પટકાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજી તરફ એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ બનાવ અંગે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત: શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર ગામ પાસે રહેતા પ્રવીણભાઈ પટેલ વેપારી છે.દાણોદરડાના વતની પ્રવીણભાઈ હરગોવિંદભાઈ પટેલ હાલ પાલનપુર ગામ જલારામ ઇન્ટરનેશલ સ્કૂલની સામે આવેલી ક્રિસ્ટલ હાઇટ્સમાં પત્ની તેમજ પુત્ર ધ્રુવાંગ (ઉં.વ.20) સાથે રહે છે. પ્રવીણભાઈ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેમજ તેમનો પુત્ર ધ્રુવાંગ કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

20 વર્ષીય પુત્ર ધ્રુવાંગ પટેલ ગતરોજ સવારે 11:30 વાગ્યાના સુમારે તેના મિત્રને મળવા માટે મોપેડ લઈને ગયો હતો. મિત્રને મળીને ધ્રુવાંગ ઘરે પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ગૌરવપથ રોડ નહેરથી આગળ સેવિયન સર્કલ પાસે મોપેડ ગાડી પર ટર્ન લઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી ફોક્સવેગનના કાર ચાલકે ધ્રુવાંગની મોપેડને અડફેટે લીધી હતી. ધ્રુવાંગ 12 ફુટ જેટલો ઉંચે ફંગોળાયો હતો. જેથી ધ્રુવાંગને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી મોપેડ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો છે તે વેળાએ કાર ચાલકે તેને અડફેટે લેતા તે જોરદાર ફંગોળાઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં કારચાલકને પોલીસે અટકાયત કરી હતી અને અકસ્માત સર્જનાર કારને પણ પોલીસ કબજે કરી હતી. જ્યા સમગ્ર મામલે પોલીસે 18 વર્ષીય કાર ચાલક દેવ નીતિન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યા આરોપીની પૂછપરછ અને તપાસ  દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પાસે કાર ચલાવવાનું લર્નિંગ લાયસન્સ જ છે. જોકે પોલીસે કારચાલકની ધરપકડ કર્યા બાદ જામીન પર તેનો છુટકારો પણ થઈ ગયો છે.

ધ્રુવાંગ માતા-પિતાનો એકનો એક દીકરો હતો.ભણવામાં હોશિયાર હતો. SY Bcom નો વિદ્યાર્થી અને સુરતની ટોપ કોલેજ KP કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકનો એક દીકરો અકસ્માતમાં મોતને ભેટતા પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma Century: દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Sanju Samson Century: સંજુ સેમસની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
Sanju Samson Century: સંજુ સેમસની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Embed widget