શોધખોળ કરો

સુરતમાં ગર્ભવતી મહિલાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને કેમ આપઘાત કર્યો? કારણ જાણીને ચોંકી જશો

છેલ્લા એક મહિનાથી સજ્જુબેનને તેમના પતિની ફોઈનો પૌત્ર હનુમાન બ્લેકમેલ કરતો હતો. હનુમાનને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થતો હતો.

સુરત: શહેરમાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાને પોતાના પતિની ફોઈના પૌત્ર દ્વારા બ્લેકમેઈલિંગ કરાતાં મહિલાએ કંટાળીને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના અલથાણમાં આવેલ રઘુવીર સેફરોન સોસાયટીમાં મૂળ રાજસ્થાનના 27 વર્ષના સજ્જુબેન સુથાર અને તેમના પતિ ગોપાલ એક મહિના પહેલાં જ અહીં રહેવા આવ્યા હતાં. સજ્જુબેનના પતિ ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. 7 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા અને તેમને બે દીકરા પણ છે. સુરતમાં ગર્ભવતી મહિલાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને કેમ આપઘાત કર્યો? કારણ જાણીને ચોંકી જશો સજ્જુબેનનો પતિ શો રૂમ પર હતો ત્યારે સજ્જુબેને ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. છેલ્લા એક મહિનાથી સજ્જુબેનને તેમના પતિની ફોઈનો પૌત્ર હનુમાન બ્લેકમેલ કરતો હતો. હનુમાનને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થતો હતો. સજ્જુબેન અને હનુમાન એકબીજા સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં હતા અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. સુરતમાં ગર્ભવતી મહિલાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને કેમ આપઘાત કર્યો? કારણ જાણીને ચોંકી જશો જોકે હનુમાને સજ્જુબેનને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી આવ્યું છે. સજ્જુબેનના ભાઈ બજરંગે જણાવ્યું હતું કે, હનુમાન તેમની બહેનને બ્લેકમેઈલ કરતો હતો કે ભાભી મારી સાથે વાત કરો નહીં તો ગોપાલને બધી વાત કરી દઈશ. પતિ સાથે થતાં ઝઘડો અને પતિની ફોઈના પૌત્રના બ્લેકમેઈલિંગથી કંટાળી સજ્જુબેને આપઘાત કરી લીધો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, સજ્જુના પતિ ગોપાલે સજ્જુના પેટમાં રહેલું બાળક તેનું હોવાનું જણાવતાં ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલ ખાતે સજ્જુના પેટમાં રહેલાં ગર્ભના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુ માહિતી ડીએનએ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ તો સજ્જુના પરિવાર અને પતિના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget