શોધખોળ કરો

Surat: લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી, મહિલા તલાટીએ આંગડિયા મારફત લાંચ સ્વીકારી

સુરત: સરકારી કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી લાંચ માગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. સરકારી બાબુઓ લાંચ લેવા માટે વિવિધ ટેકનીક અપનાવતા હોય છે. પરંતુ આજે અમે લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી વિશે તમને જણાવીશું.

સુરત: સરકારી કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી લાંચ માગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. સરકારી બાબુઓ લાંચ લેવા માટે વિવિધ ટેકનીક અપનાવતા હોય છે. પરંતુ આજે અમે લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી વિશે તમને જણાવીશું. કદાચ આ પહેલા આ રીતે લાંચ લેવાની ઘટના તમે ક્યારેય નહીં સાંભળી હોય. હકિકતમાં  આંગડિયા મારફત લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. એક લાખની લાંચ લેતા મહિલા અધિકારી ઝડપાઈ છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

નર્મદાના નરખડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી લાંચ કેસમાં ફસાયા છે. તલાટી નિતાબેન પટેલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અરજદારે વીજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી. તલાટીએ આંગડિયા મારફત લાંચ સ્વીકારી. સુરતથી ગાંધીનગર આંગડિયા મારફત લાંચ માંગવામાં આવી હતી. આ પ્રકારે લાંચ લેવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. લાંચ કેસનો સહ આરોપી મહેશ આહજોલિયા સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બન્યા હતા. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો.

મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના વધુ રિમાંડ ના મંજુર કર્યા

વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે,  વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.  વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત.  વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 

વીસનગર અર્બુદા ધામ ખાતે  આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી.  વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે. મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા   ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ.

કચ્છ પછી બનાસકાંઠામાં ભાજપની નમો પંચાયતનો વિરોધ

દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો. ગૌપ્રેમીઓ અને ખેડૂતો નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર દ્વારા 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા. પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો. ખેડૂતોએ પણ પોતાની માંગણીઓને લઈ મચાવ્યો હોબાળો. ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં કરાયો હાલ પૂરતો સ્થગિત કરાયો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા કચ્છમાં પણ નમો પંચાયતનો વિરોધ કર્યો હતો. કચ્છમાં કિસાન સંઘ દ્વારા નમો પંચાયતનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget