શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા વિસ્તારમાં કોલેજોના દિવાળી વેકેશનની તારીખમાં કરાયો ફેરફાર ? જાણો હવે ક્યાંથી ક્યાં સુધી વેકેશન ?
આ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં 6થી 18 નવેમ્બર સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
સુરતઃ સમગ્ર ગુજરાતમાં હવે ધીમે ધીમે દિવાળી વેકેશનનો માહોલ જામી રહ્યો છે. સ્કૂલોમાં 29 ઓક્ટોબરથી જ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે જ્યારે કોલેજોમાં આગમી સપ્તાહથી વેકેશન પડવાનું છે.
જોકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ દિવાશી વેકેશનની તારીખમાં ફેરફાર કરતાં આચાર્ય અને અધ્યાપકોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. આચાર્ય અને અધ્યાપકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હવે 9 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે.
જોકે આ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં 6થી 18 નવેમ્બર સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ મામલે રાજ્યસ્તરના કોલેજ આચાર્ય મંડળે દિવાળી વેકેશનની તારીખમાં ફેરફાર કરી 9 નવેમ્બરથી રજા આપવાની લેખિત રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીએ વેકેશનની તારીખમાં ફેરફાર કર્યો હતો.
વામાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ વિધિવત રીતે પરિપત્ર જાહેર કરીને દિવાળી વેકેશનની તારીખમાં ફેરફારની જાહેરાત કરી છે. જે મુજબ હવે દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં 9થી 21 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion